ઔરંગાબાદના મદરેસામાં સુરતના કિશોરને થૂંકી થૂંકીને માર મરાયો, કોણે તાલીબાની સજા આપી?

Aurangabad Madrasa Viral Video: મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષિય તરૂણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વિડિયો…

Aurangabad Madrasa Viral Video: મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષિય તરૂણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વિડિયો સામે આવ્યો હતો. ઘડિયાળ ચોરીની શંકામાં તાલીબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તરૂણના પિતાએ જણાવ્યું હતું કે, આ વિડીયો અમને તેના કોઈ મિત્રે ચોરીછૂપી બનાવી મોકલ્યો હતો. ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરી છે.

તરુણના કાકાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિમીના અંતરે ખુલદાબાદ છે. ત્યાં આવેલા મદ્રેસામાં અમે અમારા 16 વર્ષિય ભત્રીજાને આલિમ બનવા માટે મૂકયો હતો. દરમિયાન ગત રવિવારના અમારા મોબાઇલ પર એક વીડિયો આવ્યો હતો. જે વીડિયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો. જેમાં અમારા દિકરાને તાલીબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા થૂંકી ને પછી 10 લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ અમારો દિકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ન હતું. આમ આ વીડિયો બાદ અમે પહેલા તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. પોલીસે પણ અમને જણાવ્યું હતું કે તમે તમારા દીકરાનો ટેન્શન નહીં લો. તમારી પાસે જે વિડિયો આવ્યો છે તે લઈને અહીં આવી જાઓ આપણે મદરેસામાં જઈને તમારા દીકરાને લઈ આવીશું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સાથે જ મદરેસામાં પણ ફોન કર્યો હતો તેમણે પણ કહ્યું હતું કે શિક્ષકથી ભૂલ થઈ ગઈ છે એટલે અમે તેમને કહ્યું હતું કે અમે અમારા ભત્રીજા ને લેવા આવી રહ્યા છીએ તમે તેને કંઈ ન કરતા. ત્યાર બાદ અમે તાત્કાલિક ખુલદાબાદના મદ્રેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા હતા. જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારા મૌલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો હોય અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ અધિકારીઓએ અમારી ફરિયાદ સાંભળી હતી અને તેમને યોગ્ય જણાતા તેમણે તાત્કાલિક અમારી ફરિયાદ નોંધી હતી. આ મદ્રેસામાં બીજા અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે અમે કાર્યવાહી કરી છે.