ખિસકોલી અને સાપ વચ્ચે થઈ બરાબરની લડાઈ- આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય આવો વિડીયો

સોસિયલ મીડિયા પર અનેકવિધ સતત વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ અન્ય એક વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. સાપનું નામ…

સોસિયલ મીડિયા પર અનેકવિધ સતત વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ અન્ય એક વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. સાપનું નામ સાંભળીને કેટલાક લોકોને ગુસ્સો આવતો હોય છે. સાપ ભલે એના રસ્તે ચાલ્યો જાય પણ એનો અણગમો ઘણાને હોય છે.

માનવીમાં તો જોવા મળે પણ કેટલાક એવા પ્રાણીઓ પણ છે કે, જે સાપને જોયા બાદ પોતાનો રસ્તો બદલી નાખતા હોય છે. ક્યારેક આ ઝેરી જીવની પણ હવા ટાઈટ થઈ જતી હોય છે. હાલના દિવસોમાં સાપ તથા ખિસકોલી વચ્ચેનો ઝપાઝપીનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈ તમે પણ દંગ થઈ જશો.

નાનકડી ખિસકોલી પર હુમલો કરવાની ભૂલ કરી:
આ વીડિયોમાં એક ઝેરી સાપે એક નાનકડી ખિસકોલી પર હુમલો કરવાની ભૂલ કરી હતી. ત્યારપછી ખિસકોલીએ પોતાની ચપળતા તથા ચાલાકીથી સાપને એવો પાઠ ભણાવ્યો હતો કે, સાપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયો લાઈફ એન્ડ નેચર નામના પેજ પર ટ્વિટર દ્વારા શેર કરાયો છે.

ખિસકોલીએ સાપનો હિંમતથી સામનો કરીને ભૂકા બોલાવી દીધા:
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સાપ શિકાર માટે અહીંતહીં ભટકતો રહે છે, જ્યારે તે એક ખિસકોલી જુએ છે તો તે તેનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સાપની સળી પછી ખિસકોલીએ સાપનો ખૂબ હિંમતથી સામનો કર્યો હતો. સાપ જેવો ખિસકોલી પર હુમલો કરવા માટે તેની ફેણ લંબાવે છે ત્યારે ખિસકોલી તેની ફેણને પકડી લઈને મોંમાંથી કચડી નાંખવાનો પ્રયત્ન કરે છે.

ખિસકોલીની હિંમતને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરાઈ:
ખિસકોલીની હિંમતને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરાઈ છે. આવી લડાઈ ઘણીવખત જોવા મળતી હોય છે કે, જ્યારે ઝેરીલો સાપ ખિસકોલીઓ તેમજ તેમના બાળકોને પોતાનો શિકાર બનાવવા માટે પહોંચે છે ત્યારે બાળકોનો જીવ બચાવવા માટે ખીસકોલી પોતાનો જીવની પરવા કર્યા વિના બાજી ખેલીને બચાવવા પ્રયત્ન કરે છે. સાપની સાથે પહેલેથી જ અથડામણ કરે છે કે, જેથી સાપ તેના બાળકોને નુકસાન પહોંચાડે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *