હાલ સમગ્ર ભારત (India)માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav)’ ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ મોડાસા(Modasa) ખાતે હાલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ (Independence Day)ની ઉજવણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ રાજ્યકક્ષાના ઉત્સવને સફળ બનાવવા માટે સુરક્ષાકર્મીઓ આખા ગુજરાતમાંથી મોડાસા ખાતે એકઠા થયા હતા.
નશામાં ધૂત પોલીસ જવાનની દાદાગીરી – રક્ષક જ ભક્ષક બને તો પ્રજા ક્યાં જાય pic.twitter.com/PJ2vlWbSOC
— Trishul News (@TrishulNews) August 12, 2022
આ દરમિયાન એક SRP કોન્સ્ટેબલે નશામાં ધૂત થઈ સરકારી ગાડી દ્વારા બે કિશોરને અડફેટે લીધા હતા. દારુ પીને ગાડી ચલાવવા ઉપરાંત લોકો સામે પણ દાદાગીરી કરી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચીને પણ કોન્સ્ટેબલે તમાશો કર્યો હતો. હાલ તેની વિડીયો પણ સામે આવ્યો છે.
કોન્સ્ટેબલ નશાની હાલતમાં જ હોસ્પિટલ પહોંચ્યો:
મળતી માહિતી અનુસાર, મોડાસાનગરમાં એક તરફ પોલીસ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન ચાલી રહ્યું હતું. આ દરમિયાન મૂળેટી એસઆરપી કેમ્પસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે મોડાસા કલેક્ટર કચેરી પાસે આવેલા સીએનજી પમ્પ પાસે બે કિશોરને અડફેટે લીધા હતા. બંને કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ કોન્સ્ટેબલ પણ નશાની હાલતમાં જ સાર્વજનિક હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ પણ કોન્સ્ટેબલે હોબાળો મચાવ્યો હતો. જવાનનાં આ દૃશ્યો જોઈને દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લાગે છે.
ગાડીની લાઈટ બંધ હોવાથી અકસ્માત થયો- પોલીસ-કોન્સ્ટેબલ:
દારૂના નશામાં તેણે દરેક લોકો જોડે ગેરવર્તણૂક કરી હતી. કારણ પૂછતાં નશામાં ધૂત થઈને તેણે જણાવ્યું હતું કે, ગાડીની લાઈટ બંધ હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો. દારૂ અંગે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે તમને કોણે કહ્યું કે મેં દારૂ પીધો છે? પછી ઉશ્કેરાઈને બૂમો પાડવા લાગ્યો હતો. આ રીતે હોસ્પિટલમાં પણ હોબાળો મચાવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી કહેવા માત્રની રહી ગઈ હોય ર્તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.