Morbi Accident: મોરબીના હળવદ તાલુકામાં કોયબા ગામના પાટીયા નજીક ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત(Morbi Accident) સર્જાયો હતો.જેમાં એસટી બસ પલટી ગઇ હતી. 16 જેટલા પેસેન્જર ભરેલી એસટી બસ પલટી જતા 10 જેટલા મુસાફરોને નાનીમોટી ઇજા થવા પામી છે.તેમજ આ ઘટનામાં એસટી બસના ડ્રાઈવર અને કંડકટરને વધુ ઈજાઓ પહોંચી હતી. 108 દ્વારા ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઝાલોદ રુટની એસટી બસને ભયંકર અકસ્માત નડ્યો
રાજ્યમાં માર્ગ અકસ્માતનો કિસ્સો યથવાત છે. આજે મોરબી-સંતરામપુર-ઝાલોદ રુટની એસટી બસને ભયંકર અકસ્માત નડ્યો હતો. હળવદના કોયબા ગામના પાટીયા નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં બસ પલ્ટી મારી ગઇ હતી. 16 જેટલા પેસેન્જર ભરેલી એસટી બસ પલ્ટી જતા 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઈ છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, કોયબા ગામના પાટિયા નજીક એસટી બસ પલટી મારી ગઈ હતી. ટ્રક સાથે ટક્કર બાદ એસટી બસ પલટી મારી ગઈ હતી જે બસમાં 16 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે.
ડ્રાઈવર અને કંડકટરને વધુ ઈજાઓ પહોંચી-
આ ઘટનામાં એસટી બસના ડ્રાઈવર અને કંડકટરને વધુ ઈજાઓ પહોંચી હતી. 108 દ્વારા ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રેલરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા
મનસુખભાઈ
સુલેમાનભાઈ
સાહિલભાઈ
શોભનાબેન
સવિતા નાનુભાઈ
નવીન કટારા
સુમિવ કનુભાઈ
ભાવસિંગભાઈ
સંગીતાબેન મોહનભાઈ
અરવિંદભાઈ
દેવિકા મુકેશભાઈ સાધુ
મુકેશભાઈ સાધુ
વૈસાદભાઈ
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube