અનોખી અંતિમ વિદાય: વડોદરામાં સ્મશાનયાત્રામાં બેન્ડબાજા અને આતશબાજી સાથે 75 વર્ષના દાદાને આપી વિદાય

Vadodar Funeral Procession: મનુષ્યની જિંદગીમાં સૌથી દુઃખની ઘડી એટલે દુનિયાને અલવિદા કહી પોતાનો જીવ છોડવો. તેના પરિવારમાં આ બાબત સૌથી દુઃખની વાત હોય છે.પરંતુ વડોદરા(Vadodar Funeral Procession) શહેરમાં એક 75 વર્ષના દાદાના નિધન પર તેમને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવી. બેન્ડબાજા અને આતિશબાજી સાથે શાનથી આ દાદાની અંતિમ યાત્રા નીકળી હતી.પરિવાર દ્વારા દુઃખની ઘડીમાં પણ પોતાના સ્વજનનો અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી ધામધૂમથી અંતિમ વિદાય આપવામાં આવી હતી.

અંતિમયાત્રા ઢોલ-નગારા અને શરણાઈ વગાડવામાં આવી હતી
વડોદરામાં એક 75 વર્ષીય વૃદ્ધનું અવસાન થતા તેમના પરિવારજનોએ ઢોલ-નગારાના નાદ સાથે વાજતે-ગાજતે સ્મશાનયાત્રા કાઢી હતી.આ પરિવારે વાજતે ગાજતે સમશાન યાત્રા કાઢીને આ વૃદ્ધને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.75 વર્ષની ઉંમરે નવઘણભાઈ ચૌહાણ સ્વર્ગવાસ થયા હતાં.ત્યારે અંતિમયાત્રા ઢોલ-નગારા અને શરણાઈ સાથે વાજ તે ગાજતે સ્મશાન સુધી લઇ જવામાં આવી હતી.

પરિવારે અંતિમ વિદાયને ઉત્સવ બનાવ્યો
સમાજના અગ્રણીઓએ કહ્યું કે, બંને ભાઈ સમાજ માટે પ્રેરણારૂપ હતા. બંનેએ સમાજ માટે કરેલા કાર્યોને સમાજ ભૂલી શકે એમ નથી. બંને ભાઇ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો પ્રેમ હતો. તેઓ રોજ સાથે જ બેસીને જમતા અને એકબીજાની હૂંફ બનીને રહેતા હતા. જોકે 2 માસ પૂર્વે મોટા ભાઈનું અવસાન થતાં નવઘણભાઈ તેનો આઘાત સહન કરી શક્યા નહોતા. સતત તેમને યાદ કરતા હતા. તેમના મોટા ભાઈની અંતિમ યાત્રા પણ આ રીતે જ વાજતે-ગાજતે કઢાઈ હતી.

અંતિમ યાત્રા વેળા રસ્તાની બંને બાજુ ઊભા રહી લોકોએ શ્રદ્ધાંજલિ આપી
ઘરઆંગણેથી વાજતે-ગાજતે અને આતશબાજી સાથે નીકળેલી અંતિમયાત્રા ફતેપુરા, ભૂતડીઝાંપા થઈ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રાને જોવા માટે રસ્તાની બંને તરફ લોકો ઊભા રહ્યાં હતાં અને નવઘણભાઇને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

અંતિમયાત્રા જોઈ લોકો દંગ રહી ગયા
આજે તેમના ઘરઆગણેથી વાજતેગાજતે અને આતશબાજી સાથે નીકળેલી અંતિમયાત્રા ફતેપુરા, ભૂતડીઝાપા થઈ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. બેન્ડવાજા સાથે નીકળેલી અંતિમયાત્રા જોઈ સૌકોઈ દંગ રહી ગયા હતા. લગ્નનો વરઘોડો નીકળ્યો હોય એ રીતે અંતિમયાત્રા નીકળતાં લોકો માર્ગો ઉપર જોવા ઊભા થઈ ગયા હતા અને મનોમન સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.