રાજ્યમાં ફરી એક અકસ્માતનો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જરા રોડ પર આજે સવારે એસ ટી બસ જોખમી પુલ પર લટકી ગઈ હતી. વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળાથી ઉપલેટા આવી રહી હતી. જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી અને ત્યારે પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા ખાબકતા રહી ગઈ.
એસ ટી બસ ખુલ્લા વોકળામાં ખાબકી હતી. બસમાં 25 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે, સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર નથી. બસ એકબાજુ નમતાં અંદર બેઠેલા વિદ્યાર્થીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા. દરવાજો ખોલી તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની બહાર નીકળી ગયા હતા. અકસ્માતમાં કોઈને જાનહાનિ સર્જાઈ નથી.
બસમાં ગઢાળા ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા ભણવા માટે જઈ રહ્યા હતા. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા મોટા નાળામાં બસ પડતા પડતા રહી ગઈ. બસનું પાછળનું વ્હીલ નાળા પર બનાવેલા પુલના છેડે ફસાઇ જતાં પલટી ખાતા રહી ગઈ હતી.
જર્જરીત થયેલા આ પુલ પર મોટો અકસ્માત સર્જાઇ શકે છે. પુલની હાલત ખખડધજ જોવા મળી હતી. પુલની બન્ને બાજુ જે સંરક્ષણ આપતી દીવાલ હોવી જોઈએ એ એકપણ વોકળા પરના પુલ પર નથી. અને તેથી જ અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. આ પુલ કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જીને અનેક ગામો તથા ત્યાં રહેતા લોકોનો રસ્તો બંધ કરી કોઈનો જીવ પણ લઈ શકે છે.
વાહનચાલકો આ પુલ પર જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણકે આ પુલ રાજાશાહી વખતનો છે. આ પુલ તૂટી ગયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે.ત્યાના લોકો એ કહ્યું કે, અનેકવાર રજૂઆત છતાં કોઈ પણ યોગ્ય નિરાકરણ હજુ આવ્યું નથી. લોકોની એક જ માંગ છે કે વહેલી તકે પુલ રિપેર અથવા નવો બનાવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.