પુરઝડપે આવી રહેલ એસ.ટી. બસે માતા-પુત્રીને અડફેટે લેતાં માતાનું થયું દર્દનાક મોત, પરિવાર બન્યો નિરાધાર

ગુજરાતમાં અસ્ક્સ્માંતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અવાર-નવાર અકસ્માતમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે. નવસારીના ગુરુકુલ સુપા નજીક પૂર્ણાં નદીના બ્રિજ ઉપર એસ.ટી બસે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. જેમાં માતાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન માતાનું સારવારમાં મોત નીપજ્યું છે.

એસ.ટી બસ સાથેની ટક્કરમાં મૃતક મહિલા નવસારીના પેરા ગામમાં રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલા ધર્મિષ્ઠા પટેલ(ઉંમર 41) અને પુત્રી દ્રષ્ટિ (ઉંમર 21) માતા-પુત્રી અને પુત્ર સાથે રહે છે. આજે વહેલી સવારે અગ્રવાલ કોલેજમાં ભણતી પુત્રી દ્રષ્ટિને મુકવા માતા બાઇક પર ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા, તે વેળા નવસારી તરફથી આવતી વાપી ધૂળિયા બસ સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં માતા ધર્મિષ્ઠા રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે પારસી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે.

નવસારીના પેરા ગામમાં રહેતી મહિલા ધર્મિષ્ઠા પટેલ(ઉંમર 41) અને પુત્રી દ્રષ્ટિ (ઉંમર 21) માતા-પુત્રી અને પુત્ર સાથે રહે છે. આજે વહેલી સવારે અગ્રવાલ કોલેજમાં ભણતી પુત્રી દ્રષ્ટિને મુકવા માતા બાઇક પર ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા, તે વેળા નવસારી તરફથી આવતી વાપી ધૂળિયા બસ સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં માતા ધર્મિષ્ઠા રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે પારસી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે.

આ ઉપરાંત, વાપી-ધુલિયા બસના ડ્રાઇવર કંડકટર પણ ગ્રામ્ય પોલીસ મથકે હાજર થયા હતા. અકસ્માતના સ્થળે સ્થાનિકોના જોવા કહેવા મુજબ, આ અકસ્માતમાં બસચાલકની ભૂલ હોઈ શકે તેવું તારણ બહાર આવ્યું છે. કારણ કે, બસ રોંગ સાઈડથી પોતાની સાઈડમાં આવી હોય તેવા ટાયરના નિશાન ઘટના સ્થળ પર જોવા મળ્યા હતા. જેને લઈ ગ્રામ્ય પોલીસે અકસ્માતને લઈને કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *