ગુજરાત(Gujarat): પાલિતાણા(Palitana) સ્ટેશન રોડ પર ST બસે સ્પીડમાં પોતાનું વાહન હંકારતા બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો. પાલિતાણા માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરી રહેલા મઢડા ગામના યુવકનું ST બસની ટક્કરને કારણે કરુણ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, પાલિતાણાના સ્ટેશન રોડ પર ગઈકાલે બપોરે પાલિતાણાના માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરી રહેલા મઢડા ગામના રહેવાસી રોહિતસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા (ઉં.વ.35) બાઈક પર કામ માટેજઈ રહ્યા હતા ત્યારે પાલિતાણાથી પાટણા જતી ST બસના ચાલકે પાછળથી ટક્કર મારતા પડી જતા તેને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન જ તેમનુ મોત થયું હતું.
જણાવી દઈએ કે, મૃતક મઢડા ગામના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સદ્દસ્ય રાજેન્દ્રસિંહ સરવૈયાના દીકરા હોવાનું સામે આવ્યું છે. 14 વર્ષની પુત્રી અને માત્ર 4 વર્ષના પુત્ર તથા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટનાથી ગામમાં તથા તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલીતાણાના સ્ટેશન રોડ પરના ટ્રાફિક માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, સાંકડો રોડ હૂવાને કારણે અને કોઈ પણ વાહનની પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા જકાતનાકાથી લઈ ઓવનબ્રિજ સુધી ક્યાંય કરવામાં આવી નથી. રોડ પર આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનોને કારણે લોકોમાં પણ આક્રોશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.