ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લીક(Paper leak) થયું છે, બે દિવસ પહેલાં યુટ્યુબ પર પેપર લીક થયું છે. આ પેપર લેવામાં આવ્યાના બે દિવસ પહેલા સોશિયલ મીડિયા(Social media) પર લીક થયું હતું. આખું પેપર સોલ્વ કરીને યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો છે. આ પ્રિલિમિનરી પરીક્ષા(Preliminary examination)નું પેપર નવનીત પ્રકાશનમાં છપાય છે, તેથી હવે નવનીત પ્રકાશન પોલીસમાં ફરિયાદ નોંધાવશે. હાલમાં યુટ્યુબે ચેનલ હટાવી દીધી છે અને યુટ્યુબ પર(Leaked on YouTube)થી વીડિયો પણ હટાવી દીધો છે. શાળા વિકાસ કેમ્પસ હેઠળ લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થયા છે.
બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર પેપર લીક થયું હતું:
શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચા જાગી છે. જો નવનીત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાયું હોય તો તે પણ આ પેપર લીક માટે જવાબદાર હોઈ શકે છે. જેમાં ધોરણ 10 અને 12ના પ્રીલિમના પેપર લીકને લઈને વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી રહી છે. હવે જો આ રીતે બધા પેપર લીક થઈ જાય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઈ અર્થ નથી. યુટ્યુબ પર સંપૂર્ણ સોલ્વ પેપર વિડીયો સાથે અપલોડ કરવામાં આવેલ છે.
આ પેપર યુટ્યુબ પર એક યુટ્યુબર દ્વારા લીક થયું છે:
આ અંગે અમદાવાદ શહેરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું કે, અમને પેપર લીક થયાના સમાચાર મળ્યા છે. યુટ્યુબર દ્વારા પેપર યુટ્યુબ પર લીક કરવામાં આવ્યું છે. લીક થયેલું પેપર વાસ્તવમાં અસલ પેપર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. તેની સાયબર ક્રાઈમમાં જાણ કરવામાં આવશે અને જો પેપર ઓરિજિનલ નહીં હોય તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. વર્ષોથી ભણાવતા શિક્ષકે IMP પ્રશ્નોના આધારે પેપર તૈયાર કર્યું હોય તો તે બેઠે બેઠું પેપર બની શકે નહીં.
અન્ય સાત ચેનલો અને લિંક્સ પર અપલોડ કરવામાં આવ્યા:
શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર યુટ્યુબ ચેનલ પર લીક થયું છે. આજે સવારે 12માનું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાનું છે. આ બાજુ તેને એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક કરવામાં આવ્યું છે. તેને યુટ્યુબ ચેનલ તેમજ અન્ય સાત ચેનલો અને લિંક્સ પર અપલોડ કરવામાં આવ્યું છે. આરએમ એકેડમી નામની યુટ્યુબ ચેનલે જવાબ સાથે પેપર લીક કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.