શું આવી રીતે ભણશે ગુજરાત? સુરતની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ ભણી રહ્યા છે બાળકો

સુરત(Surat) મહાનગરપાલિકા વોર્ડ 16 માં ત્રણ શાળાઓ ચાલી રહી છે. જેમાં બાપાસીતારામ શાળામાં 10 શિક્ષકો, પુરષોત્તમજી પ્રાથમિક શાળામાં 8 શિક્ષકો, સંત કવિશ્રી નરસિંહ મહેતા અંગ્રેજી શાળામાં 8 શિક્ષકોની ઘટ છે તે બાબતે ગઈકાલે સુરત મહાનગરપાલિકા કમિશ્નર સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારી તેમજ નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ અધ્યક્ષને શાળાઓમાં શિક્ષકો ની ઘટ દૂર કરવા માટે આમ આદમી પાર્ટી(AAP)ના નગરસેવક પાયલ સાકરિયા(Payal Sakariya), જીતેન્દ્ર કાછડીયા અને શોભના કેવડિયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

નગરસેવક પાયલ સાકરિયાએ કહ્યું હતું કે, ખાલી હજુ આ એક વોર્ડની જ શાળાઓ માં આટલી શિક્ષકોની ઘટ છે તો આખા સુરતમાં શાળાઓમાં કેટલા શિક્ષકોની ઘટ હશે? શિક્ષક વગર શાળાઓ માં ભણતા બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે ખૂબ ગંભીર બાબત છે અને તંત્ર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં ઊંડાઈ પૂર્વક ધ્યાન આપવુ જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ ના ભવિષ્ય બચાવી શકાય.

આ અંગે આમ આદમી પાર્ટીના સૌથી યુવા વયના કોર્પોરેટર પાયલ સાકરિયાએ જણાવતા કહ્યું હતું કે, “શાળાઓ માં જે શિક્ષકોની ઘટના લીધે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે વાસ્તવિકતા તરફ જોવાના બદલે સત્તાધીશો ફકત મોટી મોટી વાતો જ કરી રહ્યા છે. સરકારે ફક્ત મોટી મોટી વાતો કરવાના બદલે આ ગંભીર બાબતને ધ્યાને લઈને તમામ સરકારી શાળાઓ માં સર્વે કરીને શિક્ષકોની ઘટ છે તે દૂર કરવી જોઈએ”

આ પરથી કહી શકાય કે, ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ફક્ત સુરત શહેરમાં જ નહિ પરંતુ રાજ્યના અલગ અલગ જીલ્લા,તાલુકા કે પછી ગામડામાં સરકારી શાળાઓની હાલત અત્યંત દયનીય છે. જયારે અમુક શાળામાં તો મોતના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં આવે છે તેવી જર્જરિત હાલતમાં છે.

થોડા સમય પહેલા જ ગોંડલતાલુકાના દેરડીકુંભાજી ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના 68 વિદ્યાર્થી વચ્ચે એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ શિક્ષણ ભણાવી રહ્યા છે. આ શાળામાં શિક્ષક ગણો કે પ્રિન્સિપાલ બંને એક જ છે. દેરડીકુંભાજી ગામની સરકારી પ્રાથમિક શાળામાં આમ તો ગોંડલના રાજા ભગવતસિંહજીના સમયથી છે, પરંતુ અત્યારે આ સ્કૂલની હાલત અત્યંત દયનીય હાલતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *