આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરત શહેરમાં આવેલ ડીંડોલી વિસ્તારમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે.
મૃતક ખુશીએ હોમવર્ક ન કર્યું હોવાનું તેની માતાએ ટીચરને જાણ કરવામાં આવી હતી, જેને કારણે ખુશીને લાગી આવતાં આત્મહત્યા કરી હોવાનું પરિવારનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખુશીએ ઝેરી દવા પી ને આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
વિદ્યાર્થિનીએ એકાંતમાં ઝેરી દવા પી લીધી :
ડીંડોલી વિસ્તારની આલોક રેસિડેન્સીમાં ધોરણ-10માં અભ્સાય કરી રહેલ 15 વર્ષીય ખુશી પ્રકાશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી. આની સાથે જ પરિવારની એકની એક દીકરી હતી. પિતા ઝેરોક્સની દુકાન ચલાવી રહ્યાં હોવાનું તેમજ મૂળ મહેસાણાના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉત્તરાયણના દિવસે ઓનલાઈન અભ્યાસના હોમવર્ક બાબતે માતાએ શાળાના શિક્ષકને કોલ કરીને દીકરીએ હોમવર્ક નથી કર્યું. આ ફરિયાદ કરતાં ખુશીને લાગી આવ્યું હતું. ત્યારપછી કોઈને પણ જાણ કર્યા વિના ખુશી એકાંતમાં જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી.
મૃતક વિદ્યાર્થિની પરિવારની એકની એક દીકરી :
ખુશીએ દવા પી લીધી હોવાની જાણ માતાને થતાં પૂછપરછ કર્યાં પછી ખુશીએ દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. જેને લીધે ખુશીને તાત્કાલિક પાસેની ખાનગી હોસ્પિટલ પછી આગળની સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
જ્યા ટૂંકી સારવાર પછી ખુશીના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. આની સાથે તમામ લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. ખુશી પહેલેથી જ ગુસ્સાવાળી તેમજ એકની એક દીકરી હોવાનું પિતાએ કહ્યું હતું. ડીંડોલી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે…yd+hv લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle