થોડા સમયમાં જ ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 કોર્મસનું પરિણામ જાહેર થયું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કંઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી લગભગ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે.
નક્ષી બોદરા 95.14 ટકા સાથે ટોપર બની
સુરતની આશાદીપ સ્કૂલની નક્ષી હરેશભાઇ બોદરા 99.99 પર્સન્ટાઈલ મેળવ્વીયા છે. એમ્બ્રોડરીના મશીન ચલાવનારની દીકરી નક્ષી હરેશભાઇ બોદરાએ CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી નક્ષી હરેશભાઇ બોદરા 12 કોમર્સમાં આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરે છે. નક્ષી નાપિતા એમ્બ્રોડરીના કારખાનેદાર છે. નક્ષીનો એક નાનો ભાઈ ધોરણ 7 માં અભ્યાસ કરે છે. આશાદીપ સ્કૂલમાં A-1માં આવનાર 53 વિદ્યાર્થીઓમાં નક્ષી બોદરા પણ 95.14 ટકા સાથે ટોપર રહી છે.
માનસિક તણાવ વગર અભ્યાસ કરવાનો સંદેશો આપ્યો
નક્ષીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ બાદ રોજ 3 કલાક ઘરે રિવીઝન કરતી હતી. કંટાળી જાઉં અભ્યાસથી તો મોબાઈલ પર U-Tube જોતી હતી. સારા રિઝલ્ટ બાદ આગળ CA બનવાની ઈચ્છા છે. સર, ટીચર અને માતા-પિતાના પ્રોત્સાહનથી ટોપર બનવામાં સફળતા મળી છે. વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપું છું કે, રોજે રોજ રિવિઝન કરવું જોઇએ અને પરીક્ષાના સમયમાં માનસિક તણાવ વગર અભ્યાસ કરવો જોઈએ.
સમગ્ર ગુજરાત રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો છે. પરંતુ બીજી તરફ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓમાં સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. A-1 ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરીયે તો, રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. રાજ્યના કુલ 522 A-1ગ્રેડના વિદ્યાર્થીઓ પૈકી 189 વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં A-2 ગ્રેડમાં રાજ્યમાં સૌથી વધુ 2614, B-1 ગ્રેડમાં 5941, B-2 ગ્રેડમાં 8994, C-1 ગ્રેડમાં 10043, C-2 ગ્રેડમાં 6006, D ગ્રેડમાં 462, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં નવમાં ક્રમે રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news