થોડા સમયમાં જ ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 કોર્મસનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કંઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના 8 વાગ્યાનો જાહેર કર્યું છે.
સમગ્ર રાજ્યમાં ધો.12 કોમર્સની પરીક્ષાનું 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જામનગર જિલ્લામાં 78.33 ટકા, જૂનાગઢમાં જિલ્લામાં 58.26 ટકા, અમરેલી જિલ્લામાં 69.29 ટકા, ભાવનગર જિલ્લામાં 79.52 ટકા, પોરબંદરમાં જિલ્લામાં 76.21 ટકા, મોરબી જિલ્લામાં 76.69 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77.91 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2020 માટે લેવાયેલી ધોરણ 12 કોમર્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતની વાત કરીએ તો, આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ A1-ગ્રેડમાં બાજી મારી છે. સુરતનું કુલ પરિણામ 80.66 ટકા આવ્યું છે અને કુલ 189 વિદ્યાર્થીઓ A1-ગ્રેડ મેળવ્યો છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે A-1ગ્રેડના વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા પરિણામમાં 1 ટકા પરિણામ ઓછું જોવા મળ્યું છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો છે. પરંતુ બીજી તરફ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓમાં સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. A-1 ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરીયે તો, રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. રાજ્યના કુલ 522 A-1ગ્રેડના વિદ્યાર્થીઓ પૈકી 189 વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં A-2 ગ્રેડમાં રાજ્યમાં સૌથી વધુ 2614, B-1 ગ્રેડમાં 5941, B-2 ગ્રેડમાં 8994, C-1 ગ્રેડમાં 10043, C-2 ગ્રેડમાં 6006, D ગ્રેડમાં 462, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં નવમાં ક્રમે રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news