થોડા સમયમાં જ ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 કોર્મસનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કંઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી લગભગ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની દીકરી નિધિ ચૌહાણે ધો. 12 કોમર્સમાં 99.54 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. તેના પિતા ઘનશ્યામસિંહ ચૌહાણે મીડયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારી દીકરીએ અમારા સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે.
અમદાવાદ શહેરમાં આવેલી વેદ ગ્રૂપ સંચાલિત કામેશ્વર સ્કૂલમાં અભ્યાસ કરતી નિધિ ઘનશ્યામસિંહ ચૌહાણે ધો. 12 કોમર્સમાં 99.54 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. નિધિએ પરિણામ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 7 થી 8 કલાકના વાંચનનું આ પરિણામ આવ્યું છે.
નીધીએ પરિણામ વિષે વાત કરતા જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં લોકડાઉન બાદ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે અને 99.54 ટકા પર્સન્ટાઇલ મેળવ્યા છે. પરિણામ માટે સ્કૂલના આચાર્ય, ડાયરેકટર અને શિક્ષકોનો ખૂબ આભાર માનું છું. જ્યારે પણ અભ્યાસમાં તકલીફ પડતી હતી ત્યારે સ્કૂલના શિક્ષકોની મદદ લેતી હતી અને તેઓએ કોઈપણ સમયે સાથ આપી મુશ્કેલીઓ દૂર કરી છે. પરીક્ષા પહેલા સ્કૂલમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે મોટિવેશનલનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે અમારામાંથી પરીક્ષાનો ડર દૂર થઈ ગઈ ગયો હતો અને પરીક્ષા આપી હતી જેનું આજે આ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news