એન્જિનિયરીંગની ડીગ્રી હોવાં છતાં આ યુવાને શરુ કર્યો વટાણાનો બીઝનેસ, પહેલાં મહીને જ કરી નાંખી એટલી કમાણી કે…

કેટલાંક લોકોને નોકરીને બદલે પોતાનો જ બીઝનેસ શરુ કરવાની ઇચ્છા હોય છે. હાલમાં આવા જ વિચાર ધરાવતાં એક યુવાનની જાણકારી સામે આવી રહી છે. રાજસ્થાનમાં આવેલ ટોંક જિલ્લામાં અંશુલ ગોયલ નામનો યુવક રહે છે. આમ તો અંશુલે એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો છે પણ કામ સ્નેક્સ વેચવાનું કરી રહ્યો છે.

કોલેજમાં ઉદ્યોગ સાહસિકતાના એક પ્રોજેક્ટ વખતે જ એણે વિચાર કરી લીધો હતો કે, બિઝનેસ જ કરવો છે. પરિવારજનોના કહેવાથી 1 વર્ષ સુધી સરકારી નોકરીની તૈયારી કરી પરંતુ મન ન લાગ્યું તો બંધ કરી દીધી. 3 વર્ષમાં પોતાના પાર્ટનરની સાથે મળી 1.5 લાખ રૂપિયાની માસિક આવક પર પહોંચી ગયા છે. તેઓ જણાવતાં કહે છે કે, એમણે આ બધુ કઈ રીતે કર્યુ.

એક સેલેરી પર બંધાઈને કામ કરવા માંગતો ન હતો :
અંશુલ જણાવતાં કહે છે કે, એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી વખતે મને લાગ્યું કે, નોકરીની જગ્યાએ મારે બિઝનેસમાં જવું જોઈએ. હું એક સેલેરી પર બંધાઈને કામ કરવા માંગતો ન હતો પરંતુ પોતાના કામનો બોસ બનવા માંગતો હતો. કોલેજમાં થર્ડ યરમાં એન્ટરપ્રેનોરશિપ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.

એક બિઝનેસ પ્રોજેક્ટ પર કામ કર્યુ હતું ત્યારે વિચાર આવ્યો કે, બિઝનેસ જ કરવો છે. ઘરના લોકો એવું ઈચ્છતા હતા કે, હું અભ્યાસ કરીને નોકરી કરૂં. સરકારી નોકરીની તૈયારી પણ કરી પણ થોડા દિવસ બાદ મન લાગ્યું નહીં તથા બિઝનેસ વિશે વિચારવા લાગ્યો.

તેઓ જણાવતાં કહે છે કે, હું બજારમાં બિઝનેસની શોધ કરી રહ્યો હતો કે, છેવટે શું કરી શકાય ? મારા મોટાભાગના સંબંધીઓ બિઝનેસમેન છે. એમને પણ કન્સલ્ટ કરી રહ્યો હતો. સમસ્યા એ હતી કે, બિઝનેસની શરૂઆત કરવા માટે વધારે રૂપિયા ન હતા.

જે કંઈ પણ કરવાનું હતું એ નાના બજેટમાં જ કરવાનું હતું. હું જોઈ રહ્યો હતો કે, કઈ પ્રોડક્ટ કેટલી વેચાઈ શકે છે. એની બજારમાં ક્રેડિટ કેટલા દિવસની હોય છે. સૌથી વધારે કયા લોકો એની ખરીદી કરે છે. ઘણી ચીજો જોયા બાદ મને લીલા વટાણાનું કામ સમજમાં આવ્યું.’

અંશુલ જણાવતાં કહે છે કે, આ પેકેટ ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને બજારમાં ઉતારવામાં આવે છે. રિસર્ચ કરવાથી મને ખ્યાલ આવી ગયો કે, આ કામમાં ખૂબ વધુ રોકાણ પણ ન હતું તથા રિટર્ન મળવાની પૂરેપૂરી શક્યતા હતી. વર્ષ 2017માં મેં જયપુરથી 1.5 લાખ રૂપિયામાં આ કામની શરૂઆત કરી. કુલ 70,000 રૂપિયા પ્રિન્ટિંગમાં ખર્ચ થયા. કારણ કે, પ્રિન્ટિંગનો ઓર્ડર બલ્કમાં આપવો પડે છે.

દોઢ મહિનામાં જ શરૂ થઈ કમાણી :
તેઓ જણાવતાં કહે છે કે, એક માસના લર્નિંગ બાદ મને જાણ થઈ કે, શ્રેષ્ઠ ક્રિસ્પી મટર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. અમે સારો માલ તૈયાર કરવા લાગ્યા. મહિનામાં જ ઓર્ડરમાં વધારો થવાં લાગ્યા. પહેલાં તો ટોંક જિલ્લાના ગામડાઓમાં જ હું પેકેટ પહોંચાડતો હતો.

બીજા મહિનાથી કુલ 50,000 રૂપિયાની બચત થવા લાગી. આ કામ 6 મહિના સુધી ચાલતુ રહ્યું. ત્યારપછી દુકાનદારોએ જણાવ્યું કે, આની સાથે સ્નેક્સની અન્ય પ્રોડક્ટ્સ આવે છે તેમાં પણ વધારો કરો. એ પ્રોડક્ટસની પણ ખુબ માંગ હોય છે. મેં પણ વિચાર કર્યો કે, પ્રોડક્ટ્સ વધારો કર્યાં વિના કામ કઈ રીતે વિસ્તરશે. મટરના કામમાં મેં એક વ્યક્તિને મટર ફ્રાય કરવા માટે રાખ્યો હતો તેમજ બીજાને પેકિંગ માટે. માર્કેટિંગનું કામ હું પોતે સંભાળી રહ્યો હતો.

બજારમાંથી કુલ 50 લાખ રૂપિયા લીધા, અડધા ચૂકવી પણ દીધા :
અંશુલે જણાવતાં કહ્યું હતું કે, મારી પાસે અન્ય પ્રોડક્ટસ શરુ કરવા માટે પૈસા ન હતા. ત્યારપછી પોતાની સાથે એક પાર્ટનર જોડ્યો. અમે સૌપ્રથમ ફર્મ રજિસ્ટર કરાવી. બજાર તથા બેંકમાંથી અંદાજે 50 લાખ રૂપિયા ઉઠાવ્યા હતાં. એકસાથે કુલ 11 પ્રોડક્ટ લોન્ચ કરી દીધી. ટોંકની સાથે જ જયપુર તથા અન્ય વિસ્તારમાં પણ અમે ડિસ્ટ્રીબ્યુશન દ્વારા પ્રોડક્ટસ પહોંચાડવા લાગ્યા હતાં.

એમણે જણાવતાં કહ્યું કે, કોરોના પહેલાં અમારી માસિક આવક કુલ 1.5 લાખ રૂપિયા હતી. બજારમાંથી જે પૈસા ઉઠાવ્યા હતા, એમાંથી કુલ 50% ચૂકવી આપ્યા હતાં. કોરોનાને લીધે 6 માસની બ્રેક લાગી ગઈ હતી. હવે ફેક્ટરી ફરીથી શરૂ કરી દીધી છે. હાલમાં મારી પાસે અંદાજે 30 લાખ રૂપિયાના મશીનો છે. કુલ 10 લોકોને રોજગારી આપું છુ.

પેકિંગથી લઈને ડ્રાય કરવા સુધીના મશીન છે. હવે અમે દિવાળી બાદ ચિપ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જે લોકો પોતાનો બીઝનેસ શરૂ કરવા માગે છે, એમને કહેવા માંગુ છું કે, જે કોઈ કામ કરો, પહેલાં એના વિશે રિસર્ચ કરો. કોમ્પિટિશન ખૂબ વધુ છે, જો યોગ્ય પ્લાનિંગ કરશો નહી તો નુકસાન પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *