માત્ર એક નાના ગેરેજથી શરૂ થયેલી આ કંપની આજે કરી રહી છે દુનિયા પર રાજ- જાણો અવનવી વાતો

હાલનાં સમયને ‘આધુનીક ટેકનોલોજી’ નાં સમય તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં વિશ્વમાં ઘણીબધી કંપનીઓ પોતાનું જ એક અલગ સ્થાન બનાવી ચુકી છે. ઘણીબધી કંપનીઓ…

હાલનાં સમયને ‘આધુનીક ટેકનોલોજી’ નાં સમય તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં વિશ્વમાં ઘણીબધી કંપનીઓ પોતાનું જ એક અલગ સ્થાન બનાવી ચુકી છે. ઘણીબધી કંપનીઓ આજે દુનિયામાં અલગ જ તરી આવે છે. આવો જાણીએ આ કંપનીઓ વિશે..

સાઉદી અરેબિયન તેલ કંપની સાઉદી અરામકો એ દુનિયાની સૌથી વેલ્યુબલ કંપની છે. તેનું માર્કેટ પણ કેપિટલાઇઝેશન કુલ 1.75 લાખ કરોડ ડોલર રહ્યું છે. અરામકો રિયાદના તદાવુલ શેર બજારમાં ડિસેમ્બર 2019થી સૂચિબદ્ધ કરવામાં આવેલ છે. સાઉદી અરામકો એ વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની રહેલ છે. જે દુનિયાનાં કુલ ઇંધણના પુરવઠાના કુલ 10% જ તેલની પ્રોસેસ કરે છે. જે વિશ્વની સૌથી વધારે નફો કરતી કંપનીમાંની એક છે.

અમેરિકાની ટેક કંપની Apple એ દ્રિતીય સ્થાન પર છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ કુલ 1.6 લાખ ડોલર એટલે, કે કુલ 120 લાખ કરોડ રૂપિયા છે. Apple એ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સોફ્ટવેર અને સર્વિસલાઇન સેવાઓ પણ પ્રદાન કરે છે. Appleનું મુખ્ય મથક એ ક્યૂપર્ટિના કેલિફોર્નિયામાં આવેલ છે. કંપનીના હાલના હાર્ડવેર ઉત્પાદનોમાં આઇફોન પણ સામેલ છે.

સ્માર્ટફોન, આઈપેડ ટેબ્લેટ કમ્પ્યુટર, મેકિન્ટોશ પર્સનલ કમ્પ્યુટર, આઇપોડ પોર્ટેબલ મીડિયા પ્લેયર, Apple વોચ, સ્માર્ટવોચ, Apple TV ડિજિટલ મીડિયા પ્લેયર તથા હોમપોડ સ્માર્ટ સ્પીકરનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, Appleના સોફ્ટવેરમાં અને IOS આઇટ્યુન્સ મીડિયા પ્લેયર, સફારી વેબ બ્રાઉઝર પણ સામેલ છે.

દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની એટલે, કે માઇક્રોસોફ્ટ કુલ 1.5 લાખ કરોડ ડોલર એટલે, કે 112.5 લાખ કરોડ રૂપિયાની સાથે તૃતીય સ્થાન પર છે. આ બહુરાષ્ટ્રીય કંપની એ સામાન્ય રીતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રે જ કામ કરે છે. કુલ 100 જેટલાં દેશમાં ફેલાયેલ માઇક્રોસોફ્ટની શાખાઓ કુલ 100થી પણ વધુ છે, અને 70,000થી પણ વધુ લોકો કામ કરે છે. આ કંપની એ અમેરિકાના વોશિંગ્ટનનાં રેડમંડમાં જ મુખ્યમથક ધરાવે છે. આ સોફ્ટવેર કંપનીની સ્થાપના બિલ ગેટ્સે 4 એપ્રિલ 1975ના રોજ કરવામાં આવી હતી.

ઇ-કોમર્સ કંપની એમેઝોનનું માર્કેટ કેપ પણ કુલ 1.48 લાખ ડોલર એટલે, કે કુલ 111 લાખ કરોડ રૂપિયા છે, અને તે ચોથા સ્થાન પર છે. આ કંપનીનું મુખ્ય મથક જ અમેરિકામાં આવેલ છે. આ કંપની એ ઇ-કોમર્સ ઉપરાંત ક્લાઉડ કમ્પ્યુટિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના ક્ષેત્રમાં પણ કામ કરે છે.

આ કંપનીની શરૂઆત જેફ બેઝોસે 5 જુલાઈ 1994માં એક ઓનલાઇન બુક સ્ટોર તરીકે કરી હતી, ત્યારે તેઓ પણ ગેરેજમાં જ કામ કરતા હતા. હવે એમેઝોન એ ફૂડ તથા રમકડાથી લઈને ફર્નિચર અને ઘરેણાંથી માંડીને બધાં જ ઉત્પાદનો વેચી રહ્યાં છે.આ કંપની એ દિગ્ગજ ઇ-કોમર્સ કંપની તરીકેનું નામ પણ કમાઇ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *