ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, PSIની ભરતી માટે નવા નિયમો થયા જાહેર

Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે આજે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારઆવનાર સમયમાં 12 હજાર જેટલી પોલીસ…

Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે આજે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારઆવનાર સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરવા જઈ રહયું છે. પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં (Gujarat Police Recruitment 2024) મોટી ભરતીઓ થવા જઈ રહી છે.આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવ્યું છે.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6 હજાર 600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, SRP ની એક હજાર પોસ્ટ જેલ સિપાહીની 1 હજાર 13 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12 હજાર પોલીસની ભરતી ભાર પાડવામાં આવી છે.રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવામાં આવશે. આવનારા 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.

મળતી મહતી અનુસાર, પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આવનાર વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરશે.

હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. હવે વજન ધ્યાન પર નહીં લેવાય. હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જેમાં બે પેપર રહેશે.એક પેપર 200 માર્કનું અને MCQ આધારિત રહેશે જ્યારે બીજું પેપર 100 માર્ક નું રહેશે.