કોરોનાના કાળા કહેરે ગુજરાત (Gujarat) રાજ્યને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ પણ મંડરાઇ રહ્યું છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 16 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ થી આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તન થવાની સંભાવના છે. જયારે આનું નામ મ્યાનમાર દ્વારા આ વાવાઝોડાને “તૌક્તે” (TAUKTAE) નામ આપવામાં આવેલું છે. આ વાવાઝોડા દ્વારા કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (CM Vijay Rupani) સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.
ભારતના હવામાન વિભાગ દ્વારા આપેલ બુલેટિન મુજબ, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના સંદર્ભે સાવચેતી અને સલામતી ના પગલા લેવા માટે મુદ્દાઓ અને તાત્કાલિક પૂર્વતૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષના પહેલા સંભવિત વાવાઝોડા અંગે બચવાની પૂર્વ તૈયારીઓ કરવા બાબતે ચૌદ જિલ્લાઓને તૈયારી શરુ કરવા અંગે જણાવ્યું છે. કચ્છ, મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદ અને અમદાવાદમાં વાવાઝોડા પહેલાજ પૂર્વ તૈયારીઓ શરુ કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે.
દરિયાકિનારાની નજીક ના વિસ્તારો માટે ચેતવણી બહાર પાડવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરેક લોકોને સલામત આશ્રય સ્થાન મળી રહે તે વ્યવસ્થા કરવા અંગે જણાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અંગે કહેવામાં આવ્યું હશે.
જયારે હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે, 19મીએ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. એક બાજુ, કોરોનાના સંક્રમણને ઘટાડવા માં માટે સરકાર સક્રિય બની છે. તો બીજી તરફ, અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ ઉદભવી રહી છે. હવામાન વિભાગની આગાહી છેકે, 14મીએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ અને પશ્ચિમ અરબી સમુદ્રમાં એક પ્રેશર સક્રિય થઇ શકે છે. આ લો પ્રેશર એક્ટિવિટી પર હવામાન નજર રાખી રહ્યુ છે. જયારે 16મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બને તેવી સંભાવના છે. વાવાઝોડુ સક્રિય થયા બાદ કઇ દિશામાં ફંટાશે તે હાલમાં કહી શકાય તેમ નથી.
ગુજરાત ના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 14 મેના રોજ દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની ધારણા કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત માં બુધવારે 41.1 ડિગ્રી સાથે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
અહી ક્લિક કરીને જુઓ લાઈવ વાવાઝોડાના દર્શ્યો. https://www.windy.com/?9.963,79.939,3
તૌક્તે વાવાઝોડા દ્વારા ગુજરાતના દરિયાકાંઠે નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે તેની સામે એકશન પ્લાન ઘડયો છે. રાજ્ય ના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બાબતે જણાવ્યું કે, માછીમારોને દરિયા પાસે થી દુર સૂચના અપાઇ છે. તેની ઉપરાંત દરિયાકાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવનાર છે. જ્યાંથી તૌક્તે વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.