(રાહુલ પટેલ – રાજપીપળા)
જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં ceo આઇ.કે.પટેલ તેમના સંવેદનશીલ નિર્ણય માટે જાણીતા છે. આજે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બે બસ વચ્ચે થયેલ અકસ્માતમાં 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા.
જેમાં એક મહિલાને વધુ ઇજાઓને કારણે પ્રથમ વડોદરા શિફ્ટ કરાયા હતા. જે બાદ વધુ સારવાર માટે અમદાવાદ સારવાર માટે તાત્કાલિક રીફર કરવાની નોબત આવતા જ સંવેદનશીલ સરકારનાં સંવેદનશીલ અધિકારી આઈ.કે. પટેલે તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું જોયરાઈડનું હેલિકોપ્ટર ફાળવી આપ્યું હતું.
આ હેલિકોપ્ટરને તાત્કાલિક વડોદરા એરપોર્ટ રવાના કરીને વડોદરાથી મહિલા દર્દીને તાત્કાલિક અમદાવાદ ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
અકસ્માત બાદ નિશ્ચિત સમયમાં ઘાયલને યોગ્ય સારવાર મળે તે અત્યંત જરૂરી છે. આજ કારણને ધ્યાને લેતા જ સંવેદનશીલતા બતાવીને હેલિકોપ્ટર એક મહિલાના મહામુલા જીવને બચાવવા ફાળવી આપ્યું હતું.
તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાશનનાં ceo આઈ.કે.પટેલે જાહેરાત કરી હતી કે અકસ્માતમાં ઘાયલોની સારવારનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગ ઉઠાવાશે.
આ કિસ્સામાં ceo અને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આ સંવેદનશીલ નિર્ણય કર્યા બાદ સાચા અર્થમાં દેવદૂત સાબિત થયા છે.
ત્રિશુલ ન્યુઝ પરિવાર સંવેદનશીલ કલેક્ટરઆઈ.કે.પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.