કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે હાલ બનાવાઈ રહેલાં જૂરાસિક પાર્કમાં મહાકાય ડાયનાસોર બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એકાએક તે ધરાશાયી થયુ હતુ. સદભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. જો કે ડાયનાસોર તૈયાર થવાની પહેલાં જ તૂટી પડવાને કારણે તેની કામગીરી શંકાના ઘેરામા મૂકાઈ છે. જે ડાયનાસોર બનાવ્યો છે તેનું કામ તકલાદી છે કેમ કે તે તપાસનો વિષય બન્યો છે કારણ કે જ્યારે અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે તેમના આકર્ષણ માટે મહાકાય ડાયનોસોર બનાવવામાં આવ્યું હતું તે પડી ગયું છ. આ મુદ્દા ચિંતાનો છે તેમજ તેની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જિલ્લામાં 20 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને હજી પણ વધારે પ્રવાસીઓ આ જિલ્લામાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વળી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ બે થી ત્રણ દિવસ અહીં રોકાણ કરી શકે તે માટે વિવિધ 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં ખુલ્લા મુકાશે. જેમાં 300 એકર જમીનમાં જંગલ સફારી પાર્ક આકાર લઇ રહ્યું છે. સાત અલગ અલગ પહાડી વિસ્તારમાં મોટા ડોમ બનાવીને સફારી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.
જેમાં શાકાહારી પ્રાણી તરીકે હરણની 12 પ્રજાતિઓ ઉપરાંત વિદેશી પ્રાણીઓમાં ઝેબ્રા તેમજ જંગલી પ્રાણીઓ સાથે 1000 જેટલા દેશવિદેશના પક્ષીઓ લાવવામાં આવશે. દોઢ એકરનો એક અને એક એકરનો એક એવા બે ડોમમાં આ પશુ-પક્ષીઓને રાખવામાં આવશે. તેની સાથે જ એક ડાયનોટ્રોલ પણ બની રહ્યો છે. જેમાં ડાયનોસોરની ત્રણ પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જેમાં નર્મદા જિલ્લાને લગતા ડાયનોસોર હશે. તે 75 ફૂટ અને બે 30 ફૂટના એમ ત્રણ ડાયનોસોર બનશે. જે નર્મદા ડેમ જતા રસ્તામાં બનાવામાં આવશે.
આ બાબતે તપાસ કરવાની જરૂર છે. સ્ટેટયુ ખાતે કોઈપણ જાતના તકલાદી કામો ના થાય તે જરૂરી છે કારણ કે જો અહીંયા પ્રવાસીઓ આવે અને ત્યારે આવી જ ઘટના બને તો શુ થાય તે પ્રશ્ન છે. ખાસ કરીને ડાયનાસોર જોવા માટે નાના બાળકો આવતા હશે ત્યારે કદાચ જો ભવિષ્યમાં પડી હોત તો મોટી હોનારત થઈ શકી હોત .ઘટનાની જાણ થતાં વન વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.