સ્વાર્થી બની માનવજાત છેલ્લા 20 વર્ષમાં 1500 કરોડ વૃક્ષોને કાપી નાખ્યા, જાણો આ દેશોના આંકડા…

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.આજના દિવસ પૂરતી પર્યાવરણની ઠેર ઠેર ચિંતા કરવામાં આવશે અને આવતીકાલથી ફરી લોકો વિકાસની આંધળી દોટમાં પર્યાવરણનુ નિકંદન કાઢવામાં લાગી જશે.…

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.આજના દિવસ પૂરતી પર્યાવરણની ઠેર ઠેર ચિંતા કરવામાં આવશે અને આવતીકાલથી ફરી લોકો વિકાસની આંધળી દોટમાં પર્યાવરણનુ નિકંદન કાઢવામાં લાગી જશે.

હકીકત એ છે કે, છેલ્લા પાંચ વર્ષોમાં પ્રદુષણમાં આઠ ટકાનો વધારો થયો છે.દુનિયાના 3000 શહેરો પ્રદુષણની ચપેટમાં છે અને તેમાં પણ એશિયાના શહેરોમાં પ્રદુષણનુ પ્રમાણ 10 ગણુ વધારે છે.

20 વર્ષમાં માણસજાતે દુનિયામાંથી 1500 કરોડ વૃક્ષોનો ખાતમો બોલાવ્યો છે.જેના કારણે કાર્બન ડાયોક્સાઈડનુ પ્રમાણ વધી રહ્યુ છે અને તેની અસર તાપમાન પર પણ પડી રહી છે.દુનિયાભરનુ તાપમન વધી રહ્યુ છે.

નેચર મેગેઝિનના કહેવા પ્રમાણે હાલમાં ધરતી પર 3 થી ચાર લાખ કરોડ વૃક્ષો છે.આ પૈકી સૌથી વધારે 64800 કરોડ વૃશ્ર રશિયામાં છે.કેનાડામાં 31800 કરોડ, અમેરિકામાં 22200 કરોડ, ચીનમાં 17800 કરોડ વૃશ્રો છે.ક્ષેત્રફળની સરખામણીએ સૌથી વધુ પ્રતિ ચોરસ કિમીએ 72000 વૃક્ષો ફીનલેન્ડમાં છે.

એક અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા 30 વર્ષોમાં ઉધ્યોગોના 23176 પ્રોજેક્ટ માટે 15000 ચોરસ કિમી વિસ્તારમાંથી જંગલોનો સફાયો કરાયો છે.દર વર્ષે ભારતમાં 250 ચોરસ કિમી જંગલ વિકાસ માટે ખતમ કરવામાં આવે છે.

દુનિયામાં છેલ્લા 20 વર્ષમાં 7.87 કરોડ નવી કારો રસ્તા પર ઉતરી છે.અમેરિકામાં 75 ટકા કાર્બન ડાયોક્સાઈડ કારોને આભારી છે.જોકે હવે બદલાયેલી ટેકનિકના કારણે કારથી થતા પ્રદૂષણમાં ઘટાડો થઈ રહયો છે.ડિઝલ ગાડીઓમાંથી નિકળતા ધૂમાડાથી દુનિયામાં 3.85 લાખ લોકોના મોત થઈ રહ્યા છે.આ પૈકીના 70 ટકા લોકો ચીન,ભારત, યુરોપના દેશો અને અમેરિકામાં મોતને ભેટે છે.

પૃથ્વી પર હાલમાં 188 કરોડ ઘરો છે.સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે પુરી દુનિયાને વધતી જતી વસતી પ્રમાણે બીજા 43 કરોડ મકાનોની જરુર પડશે.આ માટે જંગલો કપાશે અને મકાનોમાં રહેનારાઓને બીજી સુવિધા આપવા બીજા સંસાધનનોનો પણ ભોગ લેવાશે.જેની અસર પર્યાવરણ પર જ પડવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *