વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીનાં જન્મને કુલ 1,000 વર્ષ પૂરા થયા છે. હૈદરાબાદમાં રામાનુજાચાર્જ સ્વામીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિરને બનાવવા માટે કુલ 1,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. આ મંદિરમાં રામાનુજારાચાયની કુલ 2 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.
મંદિરમાં સ્થાપિત થનારી બંને મૂર્તિઓ એકદમ વિશેષ હશે. પ્રથમ પ્રતિમા અષ્ટધાતુથી કુલ 216 ફૂટ ઊચી છે, જે સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાનું નામ ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’ છે.
આની સાથે મંદિરના ગર્ભગૃહમાં બીજી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમા વિશેની ખાસ વાત એ છે, કે તે કુલ 120 કિલો સોનામાંથી બનાવવામાં આવી રહી છે. હૈદરાબાદથી કુલ 40 કિલોમીટર દૂર રામનગરમાં રામાનુજાચાર્જ સ્વામીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે.
રામાનુજાચાર્ય મંદિરના સ્થાપક ચિન્ના જીયાર સ્વામીએ જણાવ્યું, કે રામાનુજાચાર્ય સ્વામી કુલ 120 વર્ષથી પૃથ્વી પર રહ્યા હતા, તેથી કુલ 120 કિલો સોનાની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે.
‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’ અને રામાનુજાચાર્ય મંદિર કુલ 45 એકર જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની મૂળ ઇમારત લગભગ કુલ 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવી રહી છે. જે કુલ 58 ફુટ ઉંચી છે. આના પર ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’ રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews