આજકાલના બાળકોમાં ભણવાને લઈને માનસિક દબાણ વધતું જોવા મળે છે. જેને કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓનાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભણવાનું માનસિક ટેન્શન સહન ન કરી શકવાને કારણે બાળકો દ્વારા જીવ આપી દેવાનો સરળ નિર્ણય લેવામાં આવતો હોય છે. હાલમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 10ની છોકરીએ શાળાએ જવું ગમતું ન હોવાથી આત્મહત્યા કરી લીધી છે.
ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સ્કૂલે જવું પસંદ ન હોવાથી તેણે પોતાના ઘરે કેરોસીન છાંટીને સળગી જઈને આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આરતી અરવિંદભાઈ મૂછડીયા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અને સ્કૂલે જવું તેમ જ ભણવાની ઈચ્છા ન હતી તેથી ગઈકાલે સવારે પોતાના ઘરે તેણે શરીરે કેરોસીન છાંટીને સળગી જતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું પોલીસમાં જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જો કોઇને ખોટા કે નકારાત્મક વિચારો આવતા હોય તો નજીકના લોકો સાથે ખુલ્લા મને વાત કરવી જોઇએ. કારણ કે, વાતચીત કરવાથી દરેક સમસ્યાનો હલ નીકળી શકે છે અથવા નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઇએ. આત્મહત્યા ક્યારેય કોઇ બાબતનું સમાધાન નથી અને જો કોઇને વધુ મદદની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર AASRA: 91-22-275-46-669ની સુવિધા 24 કલાક ઉપલબ્ધ હોય છે. આ સિવાય સોમવારથી શનિવાર દરમીયાન સવારે 8 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન 91-915-298-7821 પર પણ કોલ કરી શકાય છે. મળેલી માહિતી અનુસાર આ ઘટના જૂનાગઢના વંથલીના ખોખરડા ગામની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle