Stock Market Crash: આજે સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ બે મિનિટની અંદર જ 750 પોઈન્ટ સુધી પડ્યું. ત્યાં જ બીજી તરફ નિફ્ટીમાં પણ 100થી વધારે પોઈન્ટ ઘટાડો જોવા મળી રહ્યો. આ ઘટાડાના કારણે શેરબજારના(Stock Market Crash) રોકાણકારોને ફક્ત 2 જ મિનિટમાં 2.14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજારમાં ઘટાડાનું કારણ વિદેશી બજારોને માનવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ રોકાણકારના નફાવસુલીને પણ એક મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સ 67000 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો આવનાર દિવસોમાં સેન્સેક્સ 70 અને નિફ્ટી 21 હજાર પોઈન્ટ પર બેરિયર તોડી શકાય છે. તેના પહેલા નિફ્ટીનો સૌથી મોટો પડકાર 20 હજાર પોઈન્ટના બેરિયરનો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
શેર બજારના બન્ને પ્રમુખ સૂચકાંકોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ સુચકાંક સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ 750 પોઈન્ટ ઘટાડા સાથે 66,822.15 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો હતો. સવારે 9.45 મિનિટ પર સેન્સેક્સ 595.21 પોઈન્ટ ઘટાડા સાથે 66,976.69 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો છે.
બીજી બાજુ નિફ્ટી 50માં પણ મોટો કડાકો આવ્યો છે. આંકડાઓ મુજબ નિફ્ટી 152 પોઈન્ટના ઘટાડાની સાથે 19,826.40 પોઈન્ટના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યો છે. આજે નિફ્ટી 19,887.40 પોઈન્ટ પર પણ આવ્યો. જો નિફ્ટી રિકવર થાય છે તો આ લેવલ 20 પોઈન્ટ પર આવી શકે છે.
રોકાણ કારોના 2.14 લાખ કરોડ 2 મિનિટમાં સ્વાહા
શેરબજારમાં ઘટાડાના કારણે શેર બજાર રોકાણકારોના બે મિનિટમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ડૂબી ગયા છે. રોકાણકારોના ફાયદા અને નુકસાન BSE ના માર્કેટ કેપ સાથે જોડાયેલું છે. એક દિવસ પહેલા જ્યારે BSE બંધ થયું હતું તો માર્કેટ કેપ 3,04,04,787.17 કરોડ રૂપિયા પર હતી.
હવે આજે 9.17 મિનિટ પર BSE 66,822.15 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો હતો તો માર્કેટ કેપ 3,01,90,520.52 કરોડ રૂપિયા પર આવી ગયું. તેનો મતલબ છે કે બજાર ખુલ્યાના બે મિનિટની અંદર રોકાણકારોને 2,14,266.65 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું. 10 વાગ્યા સુધી બીએસઈનું માર્કેટ કેપ 3,03,39,951.78 કરોડ પર પહોંચી ગયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube