સમગ્ર વિશ્વના શેરબજારોમાં ચાલી રહેલી ઉથલ પાથલનાં લીધે સાધારણ રોકાણકારો જ નહીં પરંતુ ધનકુબેરોની સંપત્તિનું પણ ધોવાણ થઈ રહ્યું છે.
સમગ્ર વિશ્વનાં ટોચનાં 10 ધનિકોએ શેરબજારમાં માત્ર એક જ દિવસમાં 34 અબજ ડોલર એટલે કે આશરે 25 ખરબ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉથલપાથલ પછી માઈક્રોસોફ્ટનાં સ્થાપક તેમજ દુનિયાનાં બીજા ક્રમનાં ધનવર બિલ ગેટસ હાલ ત્રીજા નંબરે આવી ગયા છે. ભારત દેશનાં સૌથી વધારે ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ આશરે એક અબજ ડોલર જેટલાનો ઘટાડો થયો છે.
જોકે નેટવર્થમાં થયેલાં ઘટાડા પછી પણ એમેઝોન કંપનીનાં સ્થાપક જેફ બેઝોસ વિશ્વમાં પ્રથમ ક્રમનાં ધનવાન તરીકે યથાવત છે. ચાલો જાણીએ વિશ્વનાં ટોચનાં ધનકુબેરોની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં કેટલુ ધોવાણ થયુ
જેફ બેઝોસને 6.7 અબજ ડોલર જેટલું,બર્નાર્ડ એન્ટાર્ડ એન્ડ ફેમિલીને 11.5 અબજ ડોલર જેટલું, બિલ ગેટ્સને 2 અબજ ડોલર જેટલું, માર્ક ઝુકરબર્ગને 5.7 અબજ ડોલર જેટલું, મુકેશ અંબાણીને 907 મિલિયન ડોલર જેટલું, એલન મસ્કને 3.5 અબજ ડોલર જેટલું, લેરી એલિસનને 1.9 અબજ ડોલર જેટલું, સ્ટીવ બોલ્મરને 3 અબજ ડોલર જેટલું, લેરી પેજને 3.5 અબજ ડોલર જેટલું ગાબડું પડ્યું છે. માત્ર એક જ દિવસમાં વિશ્વના ધનવાન વ્યક્તિઓની સંપત્તિનું ધોવાણ થઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle