જુઓ કેવી રીતે ત્રણ ટાબરીયા સોસાયટીમાંથી ચોરી કરી ગયા મોંઘભાવની સાયકલો

હાલ રાજ્યમાં લુખ્ખાતત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ દરરોજ ઘટનાઓ સામે આવી રહી છે. હાલ સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી જ આવી ઘટના સામે આવી છે. મોટી ઉંમરના તો સમજ્યા ઓઅન હવે તો ટાબરિયા પણ આમાં સામેલ થઇ ગયા છે. વરાછામાં આવેલી પ્રમુખ છાયા સોસાયટીમાં દિનદહાડે ત્રણ ટાબરિયા મોંઘી સાઈકલો ઉપાડી ગયા હતા. આ તમામ ઘટના cctvમાં કેદ થઇ ગઈ હતી.

મળેલી માહિતી અનુસાર, વરાછા વિસ્તારની પ્રમુખ છાયા સોસાયટી માં આવેલ વિભાગ B માં શેરી નંબર 6 માં દિન દહાડે સાઈકલની ચોરી થઇ હતી. હાલ આ ઘટનાની CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે. આ ઘટનામાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ત્રણ બાળકો સુમસાન સોસાયટીમાં આવે છે અને મોકો જોઇને જ સાઈકલો લઈને ફરાર થઇ જાય છે.

CCTVમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, દિનદહાડે ટાબરિયાઓ શેરીમાં આવે છે અને એકલતાનો લાભ લઈને ઘરમાંથી મોંઘીદાટ સાઈકલો લઈને ફરાર થઇ જતા દેખાયા છે. આ પહેલા પણ ઘણી વાર સોસાયટી માંથી સાયકલો ચોરી જવાની ઘટના સામે આવી છે. હાલ ફરીએકવાર આવી ઘટનાઓએ વેગ પકડ્યો છે.

હાલમાં આવી જ એક ઘટના ભુજ શહેરમાં સામે આવી છે. ભુજ શહેરમાં પણ ચોરીના બનાવો વધી રહયા છે તે વચ્ચે શનિવારે સવારે એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. વિજયરાજજી લાયબ્રેરીમાં એક વિદ્યાર્થી વાંચવા માટે ગયો હતો અને બહાર નીકળ્યો ત્યારે તેની સાઇકલ ચોરાઇ ગઇ હોવાનું માલુમ પડતા પોલીસને જાણ કરી સીસીટીવી કેમેરામાં તપાસતાં સાઇકલ ચોર એક પાગલ જણાંતા સાઇકલ કબજે લઇ લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *