ગુજરાતની ચોંકાવનારી ઘટના, જીવિત વ્યક્તિના પેટમાંથી ડોક્ટરોએ કાઢી 500 થી વધારે નાની મોટી પથરી…

લમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ કેટલાય લોકોને વિવિધ બીમારીઓ થતી હોય છે. રાજ્યમાંથી એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને આપને પણ ખુબ જ નવાઈ લાગશે.પથરી એ કેટલાંક દર્દીઓમાં જોવાં મળતો એક ખુબ જ અગત્યનો કિડનીનો રોગ છે.

પથરી અસહ્ય દુખાવો કરી શકે છે પણ કેટલાંક દર્દીઓમાં પથરી હોવા છતાં પણ દર્દીને કોઈ જ તકલીફ હોતી નથી પણ રાજકોટમાં આવેલ ધોરાજીની એક ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરોએ એવું કામ કર્યું છે કે, હવે ચારેયબાજુ એમના વખાણ થઇ રહ્યા છે.રાજકોટમાં આવેલ ધોરાજીની એક ખાનગી હોસ્પિટલમાં પથરીનાં દુ:ખાવાની ફરિયાદ લઇને એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે ડોક્ટરોની ટીમે આ દર્દીની સારવારની શરૂઆત કરી તો તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે, આ દર્દીના પેટમાં 1-2 નહી પણ કુલ 500 પથરીઓ જોવા મળી હતી. ડોક્ટરો આ દ્રશ્ય જોઇને દંગ રહી ગયા હતાં તેમજ વિચારવા લાગ્યા હતાં કે, કુલ 500 પથરીઓની સાથે આ વ્યક્તિ કેવી રીતે જીવી રહ્યો હતો.

ધોરાજીમાં આવેલ ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરોએ આ વ્યક્તિની તાત્કાલિક ધોરણે સારવાર શરુ કરી દીધી હતી. વ્યક્તિનાં પેટમાંથી કુલ 500 જેટલી નાની-મોટી પથરીઓ કાઢવામાં આવી હતી. ડોક્ટરોને આ જટિલ ઓપરેશનમાં ભય લાગી રહ્યો હતો. કારણ કે, પિત્તાશયમાં આ પથરીઓ હોવાને કારણે વ્યક્તિનાં જીવનું જોખમ પણ ખુબ વધારે હતું.

ડોકટરોએ પણ આ કેસને ‘રેર ઓફ ધ રેરેસ્ટ’ કેસ તરીકે ગણાવ્યો છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, પહેલી વાર આટલી પથરી એક જ દર્દીનાં પેટમાથી નીકળી આવી હતી. આ ઓપરેશન વખતે ડોકટર પણ પથરીઓ કાઢી કાઢીને થાકી ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *