Ahmedabad News: અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ પથ્થરમારા દરમિયાન એક વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે સાત લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બનાવની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે (Ahmedabad News) પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સ્થળ પર તથા હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વૃદ્ધાના મોત તથા પથ્થરમારા મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો
આ અંગે ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું છે કે, બે જૂથ વચ્ચે મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છાપવા બાબતે કેટલાક સમયથી આંતરવિગ્રહ ખુબ ચાલી રહ્યો હતો.આજે આ વિગ્રહ વધારે ઉગ્ર થતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરશે.
એક મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ બે જૂથ વચ્ચે વિગ્રહ
વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં એક મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ યોજવા જઈ રહ્યો છે. આ પ્રસંગમાં પત્રિકામાં નામ છાપવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો. આજે આ મામલો ઉગ્ર બન્યો જેમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો કર્યો છે. આ પથ્થરમારાની ઘટનામાં સાત લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે 70 વર્ષના નેવીબેન મેવાડા નામના વૃદ્ધાનું મોત થયું છે.
ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
આ અંગેની જાણ થતાં ડીસીપી,એસીપી,પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે તરત જ પહોંચ્યો હતો.પોલીસે સ્થળ પરથી લોકોને દૂર કર્યા છે અને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ઘાયલ લોકોને સારવાર માટે વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસે તમામ લોકોને હોસ્પિટલ પાસેથી પણ દૂર ખસેડ્યા છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે તથા મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App