પાણી-ગુલાલની જગ્યાએ પથ્થરોથી ધૂળેટી રમ્યા અમદાવાદીઓ- જુઓ ભયંકર અથડામણના LIVE દ્રશ્યો

અમદાવાદ(ગુજરાત): હોળી ધુળેટીના તહેવાર દરમિયાન પૂર્વ ભાગમાં નાની-મોટી ઝઘડો થતો જ હોય છે. પરંતુ, આ વખતે ઝઘડો હિંસક બની ગયો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે…

અમદાવાદ(ગુજરાત): હોળી ધુળેટીના તહેવાર દરમિયાન પૂર્વ ભાગમાં નાની-મોટી ઝઘડો થતો જ હોય છે. પરંતુ, આ વખતે ઝઘડો હિંસક બની ગયો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ગોમતીપુર(Gomtipur)માં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ધૂળમાં પાણીના છાંટા પડતાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. હુમલો કરવા આવેલી એક મહિલા(Women) પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગોમતીપુર પોલીસ(Police) દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અફઝલ પઠાણ, સાકીબ અન્સારી, આલમ પઠાણ, અબ્દુલ સફી શેખ, મોઇનુદ્દીન શેખ અને અબુબકર શેખ આ તમામ આરોપીઓની પોલીસ દ્વારા રાયોટિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ગોમતીપુરમાં મુસા ચાલી નજીક જૈન મંદિર પાસે ધુળેટીના દિવસે બપોરે બાળકો ધુળેટી રમી રહ્યા હતા. આ દરમિયાન આરોપીના અફઝલના મિત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.

માથાકૂટ એટલી ઉગ્ર બની હતી કે, બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. આટલું જ નહીં, પકડાયેલા આરોપીઓ અને તેના સાગરિતો પણ રસ્તા પરથી પડી ગયેલા વાહનોને ભારે નુકસાન પહોંચાડીને નાસી છૂટ્યા હતા. જોકે, પોલીસ દ્વારા કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા તમામ ગોમતીપુર નજીક આવેલ નુરભાઈ ધોબીની ચાલીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછ દરમિયાન ઝઘડાનું કારણ જૈન મંદિર પાસે ધુળેટી રમતા બાળકો દ્વારા પાણીનો છંટકાવ હોવાનું જણાવ્યું હતું. પરંતુ ફરી એક વખત પોલીસને દેશના પૂર્વ ભાગમાં પરિસ્થિતિને કાબૂમાં લેવી પડી હતી. આ ઘટનામાં લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો હાલ જેના સીસીટીવી સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *