દિલ્હી(Delhi)માં એક યુવક અને યુવતી દ્વારા રસ્તાની વચ્ચે જ ટ્રાફિક ઈન્સ્પેક્ટર(TI)ને માર મારવામાં આવ્યો હતો. લગભગ અડધા કલાક સુધી ચાલેલા હંગામા દરમિયાન યુવક-યુવતીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બંનેએ પોલીસ અધિકારીનો કોલર પકડીને થપ્પડ મારી હતી અને ગાળાગાળી પણ કરી હતી. આ ઘટના દિલ્હીના દેવલી મોડની છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક-યુવતીપોલીસ અધિકારીનો કોલર ખેંચી રહ્યા છે. આ દરમિયાન ઘણી ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારે બે ટ્રાફિક પોલીસવાળા પણ આવી જાય છે. પરંતુ યુવક-યુવતીઓ તેમના પર પણ ભારે પડતાં જણાતા હતા.
View this post on Instagram
જોકે થોડો સમય બાદ ટ્રાફિક ઈન્સ્પેક્ટર પોતાને બચાવવામાં સફળ થઈ જાય છે. પરંતુ તેઓ થોડે દૂર જતાં જ યુવક ફરી ઝડપથી તેમની બાજુ આવે છે અને મારવાની કોશિશ કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવક-યુવતી રોંગ સાઈડથી સ્કૂટીમાં આવી રહ્યા હતા ત્યારે દેવલી વળાંક પર ઉભેલા એક ઈન્સ્પેક્ટરે તેમને રોક્યા. જે બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, ટોળાએ ઈન્સ્પેક્ટરને માર ખાતા બચાવી લીધા હતા. તો યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે તેણે ઈન્સ્પેક્ટરને ટ્રાફિક ખોલવાનું કહ્યું તો તેઓએ તેને મારવાનું શરૂ કર્યું.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, તે યુવતી અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રાફિક નિયમો અને સરકારી અધિકારીઓ સાથે મારામારીના આક્ષેપમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી ધરવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.