તોફાન-પૂર-ભૂસ્ખલનથી અમેરિકાના કેલિફોર્નિયામાં ચારેબાજુ તારાજી… બે લાખ કરોડના નુકશાન સાથે આટલા મોત

અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્યમાં બે અઠવાડિયાંથી ચાલી રહેલા વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થયા છે. કેલિફોર્નિયાની સ્થિતિ ખુબ જ ગંભીર છે. અમેરિકાનું કેલિફોર્નિયામાં ગંભીર વાવાઝોડું આવ્યું છે. રાષ્ટ્રપતિ બાઈડને રવિવારે ઈમર્જન્સી જાહેર કરી છે.

સોમવારે પણ ભારે વરસાદની સંભાવના હોવાથી કેલિફોર્નિયાની સમસ્યાઓમાં વધુ વધારો થશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ભયાનક તોફાન માટે એટ્મોસ્ફિયર રિવર જવાબદાર છે. છેલ્લા બે અઠવાડિયામાં 8 એટ્મોસ્ફિયર રિવર સામે કેલિફોર્નિયાનો સામનો થઈ ચુક્યો છે.

સેન્ટર ફોર વેસ્ટર્ન વેધર એન્ડ વોટર એક્સ્ટ્રીમ્સ અનુસાર કેલિફોર્નિયામાં એક વર્ષ દરમિયાન જેટલી એટ્મોસ્ફિયર રિવર બને છે તેટલી થોડા જ અઠવાડિયામાં બની ગઈ હતી. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક બરફનું તોફાન છે. અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, વધુ બે એટ્મોસ્ફિયર રિવર કેલિફોર્નિયામાં આવવાની સંભાવના છે.

ઈમરજન્સી અધિકારીઓ સાથે વાત કરતા જણાવ્યું કે, રાજ્યના 75 હજાર લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ 20 હજારથી વધુ લોકો વીજળી વગર જીવવા મજબૂર થયા છે. આ વાવાઝોળમાં કેલિફોર્નિયામાં આવેલા ઘણા હાઇવે, રસ્તા અને પુલ નાશ પામ્યા છે. સેકંડો મકાનો પણ પડી ગયા છે.

કેલિફોર્નિયામાં આવેલા આ વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા ($30 બિલિયન)નું નુકસાન થયું હોવાની આશંકા છે. આ તોફાનને કારણે ઘણા બિઝનેસને પણ અસર થઈ છે. સ્થિતિ સામાન્ય થયા બાદ વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.

સેક્રામેન્ટો શહેરમાં છેલ્લા 6 દિવસમાં લગભગ 1000 વૃક્ષો પડી ગયા છે. સેક્રામેન્ટો શહેર અમેરિકામાં વૃક્ષોના શહેર તરીકે પણ ઓળખાય છે. આ તોફાનમાં 80 થી 100 વર્ષ જુના વૃક્ષો પડી ગયા છે. ભૂસ્ખલન પુર અને પડી ગયેલા વૃક્ષોને કારણે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ તોફાનમાં એક પાંચ વર્ષનો દીકરો તેની માતાના હાથમાંથી તણાય ગયો હતો. સૈન લુઈસ ઓબિસ્પો કાઉન્ટીમાં ખરાબ સ્થિતિને કારણે તંત્રએ તેની શોધખોળ બંધ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *