Unseasonal rain in Gujarat: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમુક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. વાત કરીએ તો, આણંદનાં વાતાવરણમાં (Unseasonal rain in Gujarat) એકાએક પલ્ટો આવતા ઝડપી પવન ફૂંકાયો હતો. કરમસદમાં તોતિંગ ઝાડ ધરાશાયી થતા બે બાઈક ચાલકો ઝાડ નીચે દબાયા હતા. જે બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કરી બે યુવકને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ બાઈક સવાર બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. સારવાર દરમિયાન બે યુવકો પૈકી એકની સ્થિતિ ખુબ ગંભીર છે.
ભારે પવન લઇને ગાડીનો થયો અકસ્માત
સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં ભારે પવનને લઈ એક ગાડીનો અકસ્માત થયો હતો. ડુમસ રોડ પર આવેલ ઈસ્કોન મોલ નજીક મહિલાએ કાર ડીવાઈડર પર ઘુસાડી દીધી હતી. ભારે પવનને લઈ વિઝીબીલીટી ઓછી થઈ હતી. રસ્તા પર ધૂળની ડમરીઓથી વિઝીબિલીટીને લઈ મહિલાએ કાર પરનું પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. મહિલાએ કારને ડિવાઈડર તોડી અકસ્માત સર્જ્યો હતો.
કમોસમી વરસાદનથી કેસર કેરીનાં પાકને નુકશાન
હવામાન વિભાગની આગાહી અનુસાર, પગલે ઉના અને ગીર ગઢડા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભરઉનાળે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદને કરાણે કેસર કેરીના પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. કેસર કેરીનો પાક ઉતારવા સમયે જ વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં મીની વાવઝોડાં સાથે વરસાદ પડ્યો હતો તો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. રાજ્યમાં સૌથી વધારે નર્મદાના ગરૂડેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારપછી સાયલામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. બોટાદ, વાંસદા અને ચોટીલામાં અડધો ઈંચ વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં વીજળી પડવાથી 2 લોકોના મોત નીપજયા છે. જ્યારે 3 લોકો વીજળી પડવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
મધ્યપ્રદેશ ઉપર બનેલા ચક્રવાતની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં આવનારી તારીખ 17 મે સુધી રહી શકે છે. 17 મે સુધી ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે ખેતરમાં કામ કરી રહેલા ચંદ્રિકાબેન ઉદેશા પર અચાનક વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ઘણા સ્થળે 16મી મે સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App