સીએમ યોગીનો મોટો નિર્ણય, બળાત્કારીઓની હવે ખેર નથી મળશે એવી સજા કે…

યુપીની યોગી સરકાર મહિલા અપરાધને લઈને કડક બની છે. પ્રદેશમાં મહિલાઓ સાથે દુષ્કર્મ કરનારાઓની હવે ખેર નથી. સરકાર દુરાચારી અને અપરાધીઓ વિરુદ્ધ ઓપરેશન દુરાચારી ચલાવશે. આવા અપરાધીઓના પોસ્ટર લગાવવાના આદેશ કરવામાં આવ્યા છે. યોગી એ કહ્યું છે કે કોઈ પણ મહિલા સાથે કોઈ દુર્ઘટના થાય છે તો તે સંબંધિત બીટ ઇન્ચાર્જ, ચોકી ઇનચાર્જ અને પોલીસ સ્ટેશન પ્રભારી જવાબદાર રહેશે.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો અપરાધ કરનાર અપરાધીઓને મહિલા પોલીસ કર્મીઓ પાસેથી જ સજા અપાવો. આવા અપરાધીઓ અને દુરાચારી ઓના મદદગારો ને પણ નામ તેમના ખુલ્લા પાડવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

સીએમ યોગી એ કહ્યું કે મહિલાઓ અને બાળકીઓ સાથે કોઈ પણ પ્રકારની ઘટનાને અંજામ દેનાર આને સમાજ ઓળખે, એટલા માટે તેમના દરેક ચાર રસ્તા પર પોસ્ટર લગાવો.

હિંસા કરવાને લીધે લાગ્યા હતા પોસ્ટરો
આ અગાઉ પણ યોગી સરકારે CAA ને લઈને ૧૯ ડિસેમ્બરે લખનઉમાં થયેલા પ્રદર્શનમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકોના ફોટો અને તેમના નામ સરનામાં સાથે પોસ્ટર તે વિસ્તારમાં લગાવ્યા હતા.

સરકારે આ નુકસાનની ભરપાઈ ઉપદ્રવીઓ પાસેથી કરવામાં આવે તેવી વાત કહી હતી. ત્યારબાદ પોલીસે ફોટો વીડિયોના આધારે 150થી વધારે લોકોને નોટિસ મોકલી હતી. તેમાં તપાસ બાદ મળેલા પુરાવાને આધારે પ્રશાસને 57 લોકો વિરુદ્ધ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાના દોશી મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *