આ હતું દુનિયાનું સૌથી અમીર શહેર: કહેવામાં આવે છે “સિટી ઓફ ગોલ્ડ” -જાણી ચોંકી ઉઠશો

હાલના સમયમાં સમગ્ર દુનિયામાં ન્યૂયોર્ક અને લંડન દુનિયાના સૌથી અમીર દેશોની યાદીમાં ટોપ પર છે પરંતુ એક સમય હતો જ્યારે દક્ષિણ આફ્રીકાનું એક શહેર દુનિયાનું સૌથી અમીર શહેર હતું. આ શહેરનું નામ છે જોહાન્સબર્ગ. તે દક્ષિણ આફ્રીકાનું સૌથી મોટું અને સૌથી વધારે જનસંખ્યા વાળું શહેર છે. હીરા અને સોનાની ખાણ માટે પ્રસિદ્ઘ જોહાન્સબર્ગને પહેલા સિટી ઓફ ગોલ્ડ એટલે સોના નીકળનારું શહેર કહેવામાં આવતું હતું.

તમને જાણીને નવાઈ લાગતું હશે પરંતુ એકદમ સાચું છે. તેની પાછળ કારણ એ હતું કે, આશરે 150 વર્ષ પહેલા અહીંની ખાણોમાંથી દુનિયાનું 80 ટકા સોનું નીકળવામાં આવતું હતું પરંતુ હવે આ શહેરને દુનિયાનું સૌથી ખતરનાક શહેરમાં ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ શહેર હવે ગુનેગારોનો અડ્ડો બની ચુક્યું છે. આવો જાણીએ આ શહેર અંગે ખાસ વાતો…

મળતી માહિતી અનુસાર, વર્ષ 1886માં એક અંગ્રેજે જોહાન્સબર્ગમાં સોનાની ખાણની શોધ કરી હતી. જ્યારે દુનિયાને આ જગ્યા અંગે ખબર પડી તો બીજા દેશમાંથી લોકો અહીં આવીને રહેવા લાગ્યા અને સોનાની ખાણમાં તેમની કિસ્મત અજમાવવા લાગ્યા. સોનાની ખાણના કારણે આ શહેર ખૂબ અમીર બની ચુક્યું હતું.

હાલમાં આ સીટી ગોલ્ડ રીફ સિટી મનોરંજનનું સૌથી મોટું કેન્દ્ર છે. આ શહેરના સેંટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સોનાની ખાણની પાસે સ્થિત છે. ખરેખરમાં આ એક પાર્ક છે. જ્યાં કામ કરનારા કર્મચારી 1880ના સમયની પોશાક પહેરી ફરતા જોવા મળતા હતા. અહીંની દરેક ઇમારતોને પણ તે સમયના હિસાબથી ડિઝાઇન કરવામાં આવી હતી, અહીં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે અને ખાણથી ધાતુ નીકાળીને સોનું બનાવવાની આખી પ્રક્રિયાને જોતા અને સમજતા હતા.

આ ઔરલેંડોમાં વેસ્ટમાં સ્થિત છે. અંહી એક બાળક હેક્ટર પીટરસનની હત્યા કરી દેવામાં આવી હતી. તે બાળકની યાદમાં બાદમાં આ મ્યુઝિયમનું નામ હેક્ટર પિટરસન મ્યુઝિયમ રાખી દેવામાં આવ્યું. તેને 16 જૂન 2002માં સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું હતું. જોહાન્સબર્ગના સૌથી મોટો ચકલીઘરમાં પ્રાણીઓની આશરે 3000 પ્રજાતિઓ હતી આ પ્રાણીઘર દુનિયાની એ જગ્યાઓમાંથી એક છે જ્યાં સફેદ સિંહ જોવા મળતા. તે સિવાય સાઇબેરિયન વાઘ પણ જોવા મળે છે.

જોહાન્સબર્ગનું ધ સાઉથ આફ્રીકન મ્યુઝિયમ ઓફ રોક આર્ટ તે મ્યુઝિયમમાંથી છે. જ્યાં પથ્થરની નક્શીકામ વાળી વસ્તુઓ રાખવામાં આવી છે. યેલ રોડ પર સ્થિત આ મ્યુઝિયમમાં રાખેલી વસ્તુઓ અંગે કહેવામાં આવે છે કે તેમાથી કેટલીક વસ્તુઓ તો આદિમાનવોની પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *