ચીનમાં એક ડૉક્ટરે લી નામના પુરુષના કાનમાંથી કરોળિયો કાઢતી સર્જરીનો વિડિયો લીધો છે. એક અઠવાડિયાથી આ કરોળિયાએ લીના કાનની અંદર રહીને એક જાળ બનાવી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
22 એપ્રિલે ચીનના દક્ષીણ પ્રાંતમાં એક પુરુષ ડૉક્ટર પાસે કાનમાં ખંજવાળ આવવા તેમ જ અવાજ આવવાની ફરિયાદ સાથે આવ્યો હતો. ડૉક્ટરે પુરુષના કાનમાં રેશમની એક નાના બૉલ જેવી કોઈ ચીજ જોઈ ઑટોસ્કોપી કરાવતાં એ જીવંત કરોળિયો હોવાનું જણાયું હતું. ડૉક્ટરે દવા નાખીને કરોળિયાને હટાવી ચીમટાથી પકડીને બહાર કાઢ્યો હતો. આ પ્રક્રિયાનો વિડિયો ઉતારવામાં આવ્યો હતો. જેમાં કરોળિયાને પુરુષના કાનમાંથી જાળાની પાછળથી નીકળતો દેખાયો હતો.
ડોક્ટરે એક ઓટોસ્કોપથી જોયું જેમા એક જીવતો કરોળિયો હતો. જેમા ડોક્ટરે કાનમાં કેમિકલના ટીંપા નાખી તેને નીકાળી દીધો અને ચિપિયાથી તેને બહાર નીકાળી દીધો. ફુટેજમાં કરોળિયો લી ના કાનની અંદર તેના જાળામાંથી નીકળે છે. આ ફુટેજને ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા છે. સારી વાત એ છે કે કરોળિયાથી કાનમાં વધારે કોઇ ઇજા થઇ ન હતી.લી એ કહ્યું કે કદાચ તે વાઇન યાર્ડમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના કાનમાં કરોળિયો જતો રહ્યો હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news