અહિયાં અજાણ્યા ઇસમે ગાય માતાને સળગાવી નાખતા ચારેબાજુ ચકચાર મચી- જાણો ક્યાંની છે ઘટના

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો દિનપ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે કેટલીક વાર એવી ઘટના બનતી હોય છે જેથી જીવદયા લોકોની લાગણી દુભાતી હોય…

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો દિનપ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે કેટલીક વાર એવી ઘટના બનતી હોય છે જેથી જીવદયા લોકોની લાગણી દુભાતી હોય છે. ત્યારે આજે ડીસા શહેરમાં એક એવી ઘટના બનવા પામી છે જેને લઇને સમગ્ર ડીસા શહેરના શહેરીજનોની લાગણી દુભાઈ છે ડીસાના લીલાશા નગરની આગળ એક ગાય મૃત્યુ પામી હતી.

જે ગાયના નિકાલ માટે સોસાયટી માંથી ઘર દીઠ ૫૦ રૂપિયા અજાણ્યાં વ્યક્તિએ ઉઘરાવ્યાં હતાં મુત્યુ પામેલ ગાયનો નિકાલ કરવાની જગ્યાએ ગાયનો કચરા ઢગલામાં સળગાવી નાંખતા ચકચાર મચી જવા પામી હતી ડીસા લીલાશા નગરના ખુલ્લા પ્લોટમાં એક ગાયને સળગાવેલી હાલતમાં પડી હોવાની જાણકારી મલતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

લીલાશા નગરમાં ગાય સળગાવી નાંખવાની સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો. હતો સમગ્ર ઘટનાને પગલે ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા શખ્સ સામે જીવદયા પ્રેમી અને લોકોએ ભારે ફિટકાર વર્ષાવ્યો હતો.

ગાય માતાને સળગાવનાર દુષ્કૃત્ય કરનાર ઈસમ સામે કડક થી કડક પગલાં ભરવાની સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી હતી. ઘટના પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ દ્વારા આ ઘટનામાં કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *