અસામાજિક તત્વોએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની કરી હત્યા- જાણો કયાની છે આ ચકચારી ઘટના

આટકોટ(ગુજરાત): હાલમાં વધી રહેલી હત્યાની ઘટના દરમિયાન ફરીવાર એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં આટકોટ ગઢની પાછળ હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી પાદરડી વાડી તરીકે ઓળખાતી વાડીમાં 50 વર્ષીય લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયા નામના આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, અજાણ્યા શખ્સોએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. જોકે, હત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પત્ની સુરત ગઈ હોવાથી વાડીએ એકલા હતા અને ગઈકાલે રાત્રે જ હત્યા થઇ હતી.

જાણવા મળ્યું છે કે, લાલજીભાઇનો પુત્ર સુરત રહે છે અને પોતે અને તેમની પત્ની વાડીમાં જ રહેતા હતા. પરંતુ, પત્ની સુરત દીકરાના ઘરે ગયા હતા. આથી તેઓ થોડા દિવસથી એકલા જ વાડીએ રહેતા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે લાલજીભાઇની હત્યા કરી હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કારણ કે, લાલજીભાઇના ઘરમાં બધો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જિલ્લા એલ.સી.બી., ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો આટકોટ દોડી આવી આરોપીનું પગેરુ મેળવવા કામે લાગી ગયા છે. હાલ પોલીસ દ્વારા લાલજીભાઇનો મૃતદેહ પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પરિવારજન દિનેશભાઇ ખોખરીયાએ જણાવ્યું હતું કે, હું સવારે આવ્યો હતો ત્યારે લાલજીભાઇનો મૃતદેહ બહાર જોયો એટલે મેં આ અંગે આટકોટનાં સરપંચ દેવશીભાઇને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જાણવા મળ્યું છે કે, લાલજીભાઇ હીરા ઘસતા અને ખેતીકામ પણ કરતા હતા. લાલજીભાઇને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.

દિનેશભાઈ ખોખરિયા નામની વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, હું આજે સવારે 9:30 વાગ્યે શાક ઉતારવા વાડીએ આવ્યો હતો. આ દરમિયાન પાછળ આંટો માર્યો અને જોયું તો લાલભાઈ ફળીયામાં બેભાન હાલતમાં પડ્યા હતા. મેં તુરંત ગામના સરપંચ દેવશીભાઈને વાત કરી અને તેમણે આટકોટ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *