PM મોદીના કાર્યક્રમમાં તંત્ર દ્વારા લાદવામાં આવ્યા કડક નિયમો- જાણીને આંખો પહોળી થઇ જશે

એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(Noida International Airport)નો શિલાન્યાસ 25 નવેમ્બરે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath) જેવર ખાતે રૂ.…

એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(Noida International Airport)નો શિલાન્યાસ 25 નવેમ્બરે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath) જેવર ખાતે રૂ. 29,500 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) આ માટે સંમત છે. ટૂંક સમયમાં કાર્યક્રમનો સત્તાવાર પત્ર જારી કરવામાં આવશે. કાર્યક્રમના ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર અને સત્તાવાળાઓ તૈયારી કરી રહ્યા છે.

ધારા 144 લાગૂ કરવામાં આવી:
તમને જણાવી દઈએ કે તંત્ર દ્વારા કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે જેમાં કાર્યક્રમના સ્થળ પર હાજર લોકો કાળા કપડા નહી પહેરી શકે અને સાથે જ કાળી ટોપી નહી પહેરી શકે તો કાળું માસ્ક પણ કાર્યક્રમમાં હાજર લોકો નહી પહેરી શકે. આ સાથે ડ્રોન ઉડાવાને લઈને પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથેજ પીએમ મોદી અને સીએમ યોગીની સુરક્ષાને પગલે ધારા 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે.

સુરક્ષાને લઈને કમાન્ડો પણ રહેશે તૈનાત:
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ પર એસપીજી જવાનો તૈનાત રહેશે સાથેજ એંટી ટેરિરિસ્ટ સ્કોવડના કમાંડો પણ તૈનાત રહેશે અને ત્રીજા સ્તરે સેન્ટ્રલ પેરા મિલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત ચોથા સ્તર પર પોલીસ જવાનોને તૈનાત કરીને વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવશે.

સ્વિસ કંપની ઝુરિચ ઈન્ટરનેશનલ એરપોર્ટ એજી વડાપ્રધાન અને મુખ્યમંત્રીની મુખ્ય યોજનાઓમાંની એક પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલમાં તૈયાર થનારા એરપોર્ટનું નિર્માણ કરી રહી છે. એરપોર્ટના પ્રથમ તબક્કામાં 1334 હેક્ટર જમીન પર કામ કરવામાં આવશે. પ્રથમ તબક્કો એક રનવેથી શરૂ થશે. બાંધકામ કંપનીને જમીન સોંપવામાં આવી છે.

કંપનીએ એરપોર્ટની જમીન પર લેવલિંગ અને બાઉન્ડ્રી વોલનું કામ શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કા માટે જિલ્લા વહીવટીતંત્રે છ ગામોમાં જમીન સંપાદિત કરી છે. તેમાં રાનહેરા, રોહી, પરોહી, દયાનતપુર, કિશોરપુર અને બનવારીવાસ ગામોનો સમાવેશ થાય છે. નવા કાયદા હેઠળ જમીન સંપાદન કરવામાં આવ્યું છે.

એરપોર્ટથી 5.50 લાખ લોકોને રોજગારી મળશે:
નોઈડા એરપોર્ટથી માત્ર ગૌતમ બુદ્ધ નગર જ નહીં, સમગ્ર પશ્ચિમ યુપીના બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝને ફ્લાઈટ મળશે. તેમજ લગભગ 5.50 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો મળશે. સાથે જ એરપોર્ટ દેશની શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ધરાવતું હશે. આમાં મેટ્રો, પોડ ટેક્સી ઉપરાંત અનેક રાજ્યોને જોડતી બુલેટ ટ્રેન દ્વારા મુસાફરીનો માર્ગ સરળ બનશે.

દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના સરહદી જિલ્લાના લોકોને પણ એરપોર્ટથી વધુ સારા ટ્રાફિકનો લાભ મળશે. પ્રથમ તબક્કો એક રનવેથી શરૂ થશે. બાંધકામ કંપનીને જમીન સોંપવામાં આવી છે. કંપનીએ એરપોર્ટની જમીન પર લેવલિંગ અને બાઉન્ડ્રી વોલનું કામ શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કા માટે જિલ્લા વહીવટીતંત્રે છ ગામોમાં જમીન સંપાદિત કરી છે.

તેમાં રાનહેરા, રોહી, પરોહી, દયાનતપુર, કિશોરપુર અને બનવારીવાસ ગામોનો સમાવેશ થાય છે. નવા કાયદા હેઠળ જમીન સંપાદન કરવામાં આવ્યું છે. યમુના સિટીનું વિસ્તરણ જેવર, રાબુપુરા, દનકૌર, બુલંદશહર વગેરે શહેરોમાં પાંચ હજાર હેક્ટર વિસ્તારમાં એરપોર્ટના નિર્માણ સાથે કરવામાં આવશે. હોટલ, રેસ્ટોરન્ટ, વેપાર, બાંધકામ ક્ષેત્ર સહિત અન્ય ઉદ્યોગો શરૂ થવાથી લાખો લોકોને રોજગારી મળશે.

બીજા તબક્કામાં એરપોર્ટની કામગીરી સાથે કાર્ગોની સુવિધાને કારણે ઉદ્યોગોને માલસામાનની આયાત-નિકાસમાં લાભ મળશે. કનેક્ટિવિટી માટે, ગ્રેનોના નોલેજ પાર્ક-2 સ્ટેશનથી એરપોર્ટ સુધી મેટ્રો ચલાવવાની યોજના છે. એરપોર્ટથી ફિલ્મ સિટી સુધી પોડ ટેક્સીની સુવિધા ઉપલબ્ધ થશે. આ સિવાય દિલ્હી પછી બુલેટ ટ્રેનનું બીજું સ્ટેશન નોઈડા એરપોર્ટ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *