વહેલી સવારે 5.7ની તીવ્રતાથી ધ્રુજી ભારતના આ વિસ્તારોની ધરા- જોરદાર આચકા અનુભવાતા ઘરની બહાર નીકળી ગયા લોકો

શનિવારે (Saturday) સવારે કાશ્મીર (Kashmir), નોઈડા અને અન્ય વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આચકા શનિવારે સવારે 9.49 કલાકે અનુભવાયા હોવાની માહિતી મળી છે.…

શનિવારે (Saturday) સવારે કાશ્મીર (Kashmir), નોઈડા અને અન્ય વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આચકા શનિવારે સવારે 9.49 કલાકે અનુભવાયા હોવાની માહિતી મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે 9:45 વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઈસ્લામાબાદથી લગભગ 189 કિમી દૂર હોવાનું જણાયું છે. આ સ્થળ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર હિંદુકુશ પહાડીઓ પાસે છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોના કહેવા પ્રમાણે, જમીન ખૂબ જ ઝડપથી હલી, જેના કારણે બધા ડરી ગયા. આ પહેલા પણ 14 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 હતી. ભૂકંપના કારણે જાનમાલને કોઈ ખતરો હોવાના સમાચાર નથી.

ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું?
જ્યારે તમે ભૂકંપના આંચકા અનુભવો ત્યારે બિલકુલ ગભરાશો નહીં. સૌ પ્રથમ તો, જો તમે બિલ્ડિંગમાં હાજર છો, તો પછી ત્યાંથી તરત જ બહાર આવો અને ખુલ્લામાં આવી જાવ. બિલ્ડીંગમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ દ્વારા બિલકુલ ન જવું. ભૂકંપ દરમિયાન આ તમારા માટે ખતરનાક બની શકે છે. તે જ સમયે, જો બિલ્ડિંગમાંથી નીચે ઉતરવું શક્ય ન હોય, તો નજીકના ટેબલ, ઊંચી પોસ્ટ અથવા પલંગની નીચે છુપાઈ જાવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *