Ahmedabad To Rajkot ST Bus: રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ શરૂ(Ahmedabad To Rajkot ST Bus) થશે. રાજકોટના મુસાફરો ઓછી કિંમતે મુસાફરી કરી શકશે. 5 ફેબ્રુઆરીથી GSRTCની વોલ્વો બસની સુવિધા શરુ થશે.
અમદાવાથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે રૂ. 553 ભાડુ નક્કી કરાયું છે. જેમાં અમદાવાથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે. રાજકોટથી અમદાવાદ માટે સાંજે 5 વાગ્યે બસ ઉપડશે. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા માટે GSRTCની વોલ્વો બસ શરૂ કરાશે. રાજકોટના મુસાફરો ડેઇલી બેઝ પર ઓછી કિંમતે વોલ્વો બસમાં મુસાફરી કરી શકશે. માત્ર 553 રૂપિયાનું ભાડું ચૂકવી વોલ્વો બસમાં મુસાફરી કરી શકશે.
સવારે 6 વાગ્યે એરપોરથી બસ રાજકોટ જવા થશે રવાના
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ખાસ પ્રકારના પોટા કેબિન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. એસી વોલ્વો બસ સીટર બસ રહેશે. જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારે 6 વાગ્યે રાજકોટ જવા બસ રવાના થશે. સાંજે 5 વાગ્યે રાજકોટ બસ ટર્મિનલથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા માટે બસ રવાના થશે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા બસ સેવાનો પ્રારંભ
જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરાયો છે, જેના ભાગરૂપે નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેજ રીતે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર તારીખ 5 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એ.સી.સીટર બસનો શુભારંભ કરાયો છે.
બસ સેવા શરૂ થવાથી લોકોને મળશે રાહત
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સવલત માટે અનેક નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં ફરવાલાયક અનેક સ્થળ આવેલાં છે. તાજેતરમાં જ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું ટૂરિઝમ પ્લેસ એટલે કે કચ્છનું ‘ધોરડો’નું ટેબ્લો 26 જાન્યુઆરી કર્તવ્ય પથ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક ફરવાલાયક સ્થળ છે. વિદેશથી આવતા મુસાફરો પણ સૌરાષ્ટ્રના મહેમાન થવા ઈચ્છુક હોય છે. ત્યારે વિદેશના અનેક એરપોર્ટથી સીધી કનેક્ટિવિટી ધરાવતું અમદાવાદ એરપોર્ટ મુસાફરો માટે પહેલી પસંદગી હોય છે. આથી તેમને પૂરતી સવલત મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટથી સૌરાષ્ટ્રનાં મુખ્ય શહેરોમાનું એક એટલે કે, રાજકોટ સુધી સીધી બસ સુવિધા પૂરી પાડવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube