સૌરાષ્ટ્ર-કચ્છમાં આવકવેરા વિભાગનો સપાટો: 22થી વધુ સ્થળોએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ

Published on Trishul News at 6:09 PM, Thu, 1 February 2024

Last modified on February 1st, 2024 at 6:10 PM

Income Tax Department raids in Kutch: સૌરાષ્ટ્ર કચ્છમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. મીડિયા અહેવાલો અનુસાર ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ પર દરોડા પડ્યા છે.ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં આઈટીના દરોડા(Income Tax Department raids in Kutch) પડ્યા છે. શ્રી રામ સોલ્ટ અને કિરણ રોડ લાઈન્સમાં પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મીઠાના ધંધાર્થીઓમાં ફફડાટ
કચ્છમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ગાંધીધામના બે મોટા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે. કચ્છમાં આવેલા અન્ય મીઠાના વેપારીઓને ત્યાં પણ કાર્યવાહી થઈ શકે છે. ITની રેડથી કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના ધંધાથીઓમાં ફફડાટ ફેલાયો છે. સવારથી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતા વધારે ટીમ ગાંધીધામ પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

20 થી વધુ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
કચ્છમાં આઈટી દ્વારા 25 થી વધુ જગ્યાઓ પર ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 20 થી વધુની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા કચ્છનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે દિનેશ ગુપ્તા, મહેશ ગુપ્તા તેમજ સુરેશ ગુપ્તાને ત્યાં આઈટી દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં અનેક બેનામી વ્યવહારો મળવાની શક્યતાઓ છે.

સર્ચ ઓપરેશનમાં 20 કરતા વધારે ટીમો બનાવવામાં આવી
કચ્છમાં ઈન્કમટેક્ષ દ્વારા હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં ગાંધીધામનાં બે મોટા ઉદ્યોગપતિઓ તેમજ કચ્છમાં આવેલા અન્ય મીઠાના વેપારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આઈટીની રેડને પગલે કરોડોનું ટર્ન ઓવર ધરાવતા મીઠાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વહેલી સવારે આઈટી દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 20 કરતા વધારે ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.