VNSGUની ઓનલાઈન પરીક્ષામાં ભેજાબાજ વિધાર્થીઓએ એવી રીતે ચોરી કરી કે શિક્ષક પણ ગોટે ચડી ગયા

સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)એ નવેમ્બરમાં Bcom છઠ્ઠા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા ઓફલાઇન લેવામાં આવી હતી. ત્યારે એવામાં જ એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજ(S.D. Jain International College)માં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની આન્સર બુકમાંથી કોપી કરતો ઝડપાયો હતો, જે બાબત સુપરિન્ટેન્ડેન્ટે જોતાં જ તેણે તાત્કાલિક જ બંને વિદ્યાર્થીને પકડી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીની ફેક્ટને મોકલી આપવામાં આવ્યો હતો, જેથી ફેક્ટે બન્ને વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવા માટે શુક્રવારના રોજ યુનિવર્સિટીમાં બોલાવવામાં આવ્યા હતા.

જુઓ વિદ્યાર્થીએ શું લેખિતમાં જવાબ આપ્યો:
બે પૈકીના એક વિદ્યાર્થીએ ફેક્ટને લેખિતમાં લખીને આપ્યું હતું કે “સર, મેં તો ચોરી કરી છે, પણ મારી સાથે આખો ક્લાસ પણ ચોરી કરતો હતો, સીસીટીવી ફૂટેજ મગાવો અને ચેક કરો, તમને બધી ખબર પડી જશે”. સુપરવાઇઝરને હાજર રહેવા માટે ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખવાની ફરજ પડી હતી, જેને કારણે CCTV ફૂટેજ મગાવવામાં આવ્યા છે. આ સાથે જ ક્લાસના સુપરવાઇઝરને પણ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સુપરવાઇઝરને હાજર રહેવા માટે આપ્યો છે આદેશ:
ફેક્ટ કમિટીએ કોલેજને પત્ર લખવાની ફરજ પડી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ મગાવાયા છે. આ સાથે જ ક્લાસના સુપરવાઇઝરને પણ હાજર રહેવા આદેશ કરાયો છે.

ગ્રુપમાંથી લેફ્ટ થનારા 7ને આ રીતે શોધી કાઢવામાં આવ્યા:
ફેક્ટ વ્હોટ્સએપના ગ્રુપની માહિતીના સ્ક્રીનશોટના આધારે નંબરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ સોફ્ટવેરમાં નંબરો નાખીને તપાસવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ડેટા મળી ગયો હતો. આ સાથે જ નંબર યાદી કોલેજને પણ મોકલવામાં આવી હતી, જ્યાંથી પણ વિદ્યાર્થીઓનો ડેટા મળી આવ્યો હતો. બંને ડેટા સરખા હોવાથી ફેક્ટે સાતેય વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *