બીકોમમાં ભણતા કોલેજિયન યુવકે મોલના ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ- યુવકની હાલત જોઈ રડી પડ્યો પરિવાર

રાજસ્થાનના(Rajasthan) જયપુરમાં(Jaipur) એક વિદ્યાર્થીએ મોલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ સમગ્ર ઘટના ત્યાંના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી દોડતો-દોડતો આવ્યો અને ત્રીજા માળેથી કૂદી ગયો. નીચે પડતાંની સાથે જ તેનું મુત્યુ થયું હતું. સમાચાર મળતા જ પરિવાર ઘટના સ્થળે પહોચે અને રડી પડે છે. પરિવારજનોનું કહેવું છે કે તે છેલ્લા ઘણા દિવસોથી તણાવમાં હતો. જેના કારણે તેણે આ પગલું ઉઠાવ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના શહેરના ટ્રાઇટન મોલની છે. બીકોમના (B.Com) બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રોહિત (22) સવારે નવ વાગ્યે મોલમાં આવ્યો હતો. મોલની અંદર આવતાની સાથે જ તે મોલના ત્રીજા માળે ગયો અને ત્યાંથી દોડીને કૂદી ગયો. નીચે પડતાંની સાથે જ તેનું માથું ફાટ્યું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું. યુવકના આપઘાત અંગે મોલના મેનેજરે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને તરત જ કાવંટિયા હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

અહીં પોલીસને વિદ્યાર્થી પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી. વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે તે ઘણા સમયથી તણાવમાં હતો. આ કારણોસર તેની સારવાર પણ ચાલી રહી હતી. જોકે પોલીસે ગુનો નોંધી પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *