બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ વિવાદમાં SITની રચના કરવામાં આવી છે. પરિક્ષાર્થીઓના નેતા બનેલા યુવરાજ સિંહે સરકાર સાથે સમાધાન કરી લીધુ છે. યુવરાજ સિંહ પરીક્ષાર્થીઓને રસ્તા પર એકલા મુકીને જતો રહ્યો છે. જોકે, પરીક્ષાર્થી હજુ પણ રસ્તા પર બેસ્યા છે. વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યાં છે કે પરીક્ષા રદ કરીને અમને ન્યાય આપો. આ યુવરાજ સિંહ કોણ છે જે બહેનોને એકલા મુકીને જતો રહ્યો છે.
આ પરીક્ષાને રદ કરવાની માંગ કરતા હજારો વિદ્યાર્થી હજુ પણ ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યાં છે. હજારો વિદ્યાર્થી એક જ માંગ કરી રહ્યાં છે કે બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવામાં આવે. અમે સરકાર પાસે ભીખ નથી માંગતા, અમે ન્યાય માંગી રહ્યાં છીએ. પહેલા સરકારે પરીક્ષાર્થીઓને લોલીપોપ પકડાવી હતી કે તમને SITની રચના કરી આપીશુ અને સભ્યમાં પણ તમને રાખીશુ પણ SITની રચના ગુજરાત સરકારે કરી ત્યારે એક પણ પરીક્ષાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો નહતો. અને આંદોલનને સમેટવાનો પ્રયાસ કર્યો હતો.
ક્યા જતો રહ્યો યુવરાજ જાડેજા?
યુવરાજ સિંહ જાડેજાએ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી સમાધાન કરી લીધુ હોવાનું જાણવા મળે છે. રાજ્યના ખુણે ખુણામાંથી આવેલી બહેનો સતત બીજા દિવસે ભૂખી-તરસી પ્રદર્શન કરી રહી છે. પરીક્ષાર્થી યુવરાજ સિંહે સરકાર સાથે સમાધાન કરી લેતા ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે. પરીક્ષાર્થીઓ કહી રહ્યાં છે કે, ‘યુવરાજ તારામાં થોડી પણ માનવતા બચી હોય તો આ બહેનોને એકલી બેસાડીને કેમ જતો રહ્યો.’ સરકાર સાથે સમાધાન કરી અચાનક જ યુવરાજ જાડેજા ક્યા જતો રહ્યો?
રચિત પટેલ નામના પરીક્ષાર્થીએ જણાવ્યુ કે, અમે ગ્રાઉન્ડ નહી છોડીએ, જ્યા સુધી પરીક્ષા રદ ના થાય ત્યા સુધી રહીશું અમે. યુવરાજ સિંહનું સરકાર તરફી હોય તેવુ ગ્રાઉન્ડ ઉપર અમને હવે લાગી રહ્યું છે.જ્યારે અન્ય એક ઉમેદવારે જાહેરમાં કહ્યું કે મિટિંગ પછી યુવરાજ સિંહનો અંદાજ બદલાયેલો લાગ્યો હતો. અમારી SIT સાથે સહમતી હતી તો અમારી સહી કેમ ના કરાવી, એટલે અમે અહી જ રહીશું અને પરીક્ષા રદ કરાવીશું. શું યુવરાજ નેતા બનવા આવ્યો હતો.
જો કે પત્રકાર પરિષદ યોજી આબાદ મીડિયાના સવાલ નથી બચતો યુવરાજ પોલીસની ગાડીમાં બેસવા દોડીને ભાગી ગયો અને ગાંધીનગરની સડકો પર વિદ્યાર્થીઓને આંદોલન પર બેસાડીને કયા કારણે આંદોલન સંકેલી લીધું તે જણાવ્યા વગર ભાગી જતો વીડિયોમાં નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ એ જ્યારે આ વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું ત્યારે હાર્દિક પટેલ નો વિરોધ કરવામાં આવ્યો હતો. જેની પાછળ યુવરાજનો હાથ હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સરકાર સામે નીડર બનીને લડેલા હાર્દિક અને સરકાર પાસે પાણીમાં બેસી ગયેલા યુવરાજ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે.