વિદ્યાર્થી(Student) નેતા(Leader) યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja)ની ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Examination of Gujarat)ઓમાં ગેરરીતિ આચરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ ફરીવાર યુવરાજસિંહની ગાંધીનગર પોલીસ હેડકવાર્ટર (Gandhinagar Police Headquarters)માં પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહનો પોલીસ પર ગાડી ચડાવતો આ વીડિયો બહાર આવ્યો છે. રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો છે. ધરપકડ બાદ યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે તેવું જણાવવામાં આવ્યું છે.
પોલીસ જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો :
મળતી માહિતી અનુસાર, યુવરાજસિંહ આંદોલનકારીઓને મળવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોચ્યા હતા. આ આંદોલન વિદ્યાસહાયકમાં ભરતી કરવા માટેની માગણી માટે શરુ કરવામાં આવ્યું હતું. આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ ગઇકાલે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાઓ સહિતના આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. અહી યુવરાજસિંહ તેઓને મળવા આવ્યા હતા. આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપમાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.
યુવરાજસિંહની ગઇકાલે ધરપકડ કરવામાં આવી :
ગઈકાલે વિદ્યાસહાયકોની અટકાયત કરી ત્યારે યુવરાજસિંહ અહીં આવ્યા હતા. પોલીસ પર ગાડી ચડાવી હુમલો કરવાની કોશિશ કરી હોવાને કારણે ગઈકાલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે રેન્જ આઇજી અભય ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે.
યુવરાજસિંહની ગાડીના કેમેરામાં ઘટના કેદ થઇ :
આંદોલનકારીઓને મળવા પહોચેલા યુવરાજસિંહે પોતાની ગાડીમાં બેસી ગાડી પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આનો વિડીઓ તેમની ગાડીમાં રહેલા કેમેરા દ્વારા જ રોકોર્ડ થયો હતો. તે રેકોર્ડિંગથી સાબિત થાય છે કે, પોલીસ પર હુમલો કર્યો છે.
યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે :
યુવરાજસિંહની પુછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.