રાજકોટમાં ગુરુ પૂર્ણિમાના દિવસે જ વિધાર્થીનું મોત: કાર્યક્રમમાં સ્પીચ આપી રહેલા ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

Student dies of heart attack in Rajkot: ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે.

ગુજરાત રાજ્યના રાજકોટ નજીક આવેલી રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમા હોવાથી ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેથી ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતા મૂળ ધોરાજીના દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા માટે જઈ રહ્યો હતો, તેજ સમયે દેવાંશને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ત્યાજ ઢળી પડ્યો હતો.

આ ઘટનાથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ દેવાંશને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈજવામાં આવ્યો હતો. પરંતુ દેવાંશને સારવાર મળે તે પહેલાં જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ જણાવ્યું છે કે, દેવાંશનું હાર્ટ-એટેકથી મૃત્યુ નીપજ્યું છે. પરિવારના એકના એક પુત્રના મોતથી સમગ્ર પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી.

કોરોના પછી વધ્યા Heart Attack Death

આશ્ચર્યજનક વાત તો એ છે કે, કોરોના પહેલા હાર્ટ એટેકના કારણે આટલા મોત નહોતા થતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ તકલીફ વગર નાના હોય કે મોટા દરેક લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *