ગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: જુલાઈ-ઓગસ્ટમાં મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel forcast in Gujarat: ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઈ ઓગસ્ટ વિશે મોટી આગાહી કરી દીધી છે. હજુ આગામી તારીખે 5 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે, જૂનના અંતમાં ગુજરાતના(Ambalal Patel forcast in Gujarat) અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જેનાથી નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવું અનુમાન લગાવ્યું હતું. ત્યારે વાવાઝોડું અને ભારે વરસાદની સચોટ અગાહી કરનાર અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટમાં શું થવાનું છે તે વિશે પણ જણાવ્યું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 8મી જુલાઈ સુધીમાં ગુજરાના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ પણ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. 1 જૂને કેરળમાં ચોમાસું બેઠા પછી સામાન્ય રીતે 10-12 જૂને તે મુંબઈમાં અને 15 જૂનની આસપાસ ગુજરાત આવી પહોંચતું હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાના કારણે કેરળમાં 8મી જૂને ચોમાસું પહોંચ્યું અને તે પછી દક્ષિણ ભારતમાં જાણે સિસ્ટમ ચોંટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમ મુંબઈ પહોંચે તે પછી તેના વિશે ગુજરાતની આગાહી કરવામાં આવી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આગામી તારીખ 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણીની આવક માં વધારો થશે. જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ઓગસ્ટ મહિના અંગે પણ અંબાલાલ પટેલે એક આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં ઘણો વધારો થશે, હળવો વરસાદ થશે. જુલાઈના અંતમાં તથા ઓગસ્ટની શરુઆતમાં વિષમ હવામાનની વિપરિત અસર રહેવાની શક્યતાઓ છે. જોકે અંબાલાલ પટેલે આ વર્ષે કાતરા નામની જીવાત થવાની પણ આગાહી કરી છે.

અંબાલાલ પટેલે ઓગસ્ટના વરસાદ વિશે વાત કરતાં જણાવ્યું છે કે, તારીખ 17 ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થશે પરંતુ 23 ઓગસ્ટ પછી તેમાં વધારે ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ પછી પાછોતરો વરસાદ સારો થવાની શક્યતાઓ રહેલી છે. ઓક્ટોબર માસ અંગે વાત કરીને તેમણે કહ્યું કે દરિયામાં ભારે પવન ફૂંકાશે. નવેમ્બરથી ફરી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્કિય થતા જોવા મળશે. ઓગસ્ટ માસનો થોડો ભાગ બાદ કરતા ચોમાસું સારું રહેશે.

ગુજરાતમાં આગામી તારીખ 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન પણ ફૂંકાશે. તારીખ 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં તારીખ 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ પડીઉં શકે છે. તે સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલ કહે છે કે, ગુજરાતના ભાગોમાં ચોમાસું 101 ટકા જેવું રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 104% કે તેનાથી ઉપર જવાની શક્યતાઓ છે. તેમણે હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *