હવે બોલીવુડની આ હિરોઈન કોલેજમાં ભણાવવા જશે. જાણો ક્યાં અને ક્યારે ?

સ્ટુડન્ટ ઓફ ધ યર-2′ દ્વારા બોલીવૂડમાં પ્રવેશનારી અભિનેત્રી અનન્યા પાંડે કૉલેજમાં હતી ત્યારે સોશિયલ મીડિયા બુલિંગનો ભોગ બની હતી. લોકો તેને લાંબી, પાતળી કહીને ચીડવતા હતા. ત્યાર બાદ જયારે તેને ફિલ્મ મળી ત્યારે તેના પિતા અભિનેતા હોવાથી તેને ફિલ્મ મળી જેવી વાતો પણ સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. આની ગંભીર માનસિક અસર થય છે. જોકે, પોતે તો આમાંથી બહાર નીકળી ગઈ પરંતુ અન્ય કૉલેજિયનો પર તેની અસર ન થાય તે માટે `સો પોઝિટિવ’ કેમ્પેન શરૂ કર્યું છે.

અભિનેત્રી આને ડિજિટલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ડીએસઆર) કહે છે. હવે તે લખનઉની ઇસાબેલ થોબર્ન કૉલેજ ઓફ લખનઊમાં આ વિશે લેક્ચર આપવા જશે. 1870માં સ્થપાયેલી આ કૉલેજમાં પહેલીવાર આવું સેશન યોજાયું છે અને અનન્યા જીવનમાં પ્રથમવાર આવી ટિપ્સ આપવા જશે.’

કૉલેજમાં ટિપ્સ આપવા જતા અગાઉ તે શું તૈયારી કરી છે? એમ પૂછતાં અનન્યાએ કહ્યું કે, મને લાગે છે કે તમે હૃદયથી વાત કરો ત્યારે તે અસરકારક સાબિત થાય છે. આમાં મારે મારા અનુભવને જણાવીને અન્યોને વાત કરવાની તક આપવાની છે. મારે કૉલેજિયનોને હકીકત જણાવીને ઉકેલની ટિપ્સ પણ આપવાની છે. સો પોઝિટિલનો એક હેતુ એ પણ છે કે લોકોને મદદ જોઇતી હોય ત્યારે શું કરવું તેની સમજ આપવી.’

અગાઉ અનન્યાએ સોશિયલ મીડિયા પર પોતાની થયેલી હેરાનગતિનો વીડિયો બનાવીને મૂકયો હતો. સાયબરબુલિંગ અને ટ્રોલિંગને લોકો જુએ છે, પરંતુ તેના વિશે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. મારે આ બાબતે જાગૃતિ લાવવી છે. આના પરથી સો પોઝિટિવનો વિચાર આવ્યો હતો. મેં આની શરૂઆત કરી ત્યારે તેની અસર થઈ અને ઘણા લોકો તેના સમર્થનમાં આગળ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *