સુરતમાં 8માં ધોરણની વિદ્યાર્થીનીને ચાલુ વર્ગખંડમાં આવ્યો હાર્ટએટેક- જુઓ મોતના LIVE CCTV ફૂટેજ

12 year old student dies of heart attack in Surat: “ઝીંદગી એક સફર હૈ સુહાના…યહા કલ કયાં હો કીસને જાના….” હાલના સમયમાં આ પંકીત એકદમ સાચી સાબિત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં સતત કાર્ડીયાક એરેસ્ટના તથા હાર્ટ એટેકનાના પ્રમાણમાં ચીંતાજનક વધારો થઇ રહ્યો છે, તે ખુબ જ આઘાતજનક છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.

ચિંતા એ વાતની છે કે, ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાત રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 2 યુવાનોના મોત થયા છે. ત્યારે હાલમાં સુરતમાંથી(12 year old student dies of heart attack in Surat) પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો 12 વર્ષીય વિદ્યાર્થી વર્ગમાં અભ્યાસ કરતી વખતે અચાનક બેહોશ થઈ ગયો હતો અને બેઠો હતો ત્યારે તે જમીન પર પડ્યો હતો. શિક્ષકે તાત્કાલિક પ્રિન્સિપાલને જાણ કરી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

વિદ્યાર્થીના બેહોશ થવાની સમગ્ર ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જ્યાં એક તરફ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ છે તો બીજી તરફ વિદ્યાર્થિનીના આકસ્મિક મોતથી શાળાનો સ્ટાફ પણ ચિંતિત છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાર્ટ એટેકનો વીડિયો સીસીટીવીમાં કેદ
સુરતના ગોડાદરા વિસ્તારની સાંઈબાબા સોસાયટીમાં રહેતા સાડીના વેપારી મુકેશભાઈ મેવાડાની 12 વર્ષની પુત્રી રિદ્ધિ ગોડાદરાની ગીતાંજલી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. બુધવારે ચાલુ વર્ગખંડમાં રિદ્ધિ અચાનક બેહોશ થઈ ગઈ હતી. શિક્ષક સહિત વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની નજર સામે આ દ્રશ્ય સર્જાતા  ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાથી શાળાનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો. રિદ્ધિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, શિક્ષક સ્ટેજ પરથી ક્લાસના તમામ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ દરમિયાન પ્રથમ બેંચ પર બેઠેલ વિદ્યાર્થી અચાનક નીચે પડી ગઈ હતી. આ જોઈને શિક્ષક સહિત ક્લાસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને અફરા-તફરી મચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *