અંબાલાલે કહ્યું ગુજરાત માટે નવરાત્રીમાં આવશે આસમાની આફત: સક્રિય થઇ છે બે વરસાદી સીસ્ટમ

Ambalal Patel Cyclone Prediction: રાજ્યમાં હવે ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી રહી છે.અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા ગયા છે.આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે(Ambalal Patel Cyclone Prediction) આગાહી રહ્યા છે.નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 30 સપ્ટેમ્બર પછી ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સારો પડ્યો છે.ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બની રહી છે.તેના કારણે ડિસેમ્બર મહિના સુધી સાયકલોન બનતા રહેશે.30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. તારીખ 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન લગાવી રહ્યા છે.

જેના કારણે ગુજરાતમાં વરસાદ પણ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આજુબાજુ એક સિસ્ટમ સક્રિય થશે. તારીખ 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં એક હલચલ જોવા મળી શકે છે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આવનાર સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા લાગી રહી છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું એક ભીષણ સ્વરૂપ લેશે.

આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે તેવું લાગી રહ્યું છે. આ 2018 જેવું વાવાઝોડું પણ બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *